Aapnu Gujarat
ગુજરાત

ગ્રામ પંચાયત : ૭૫-૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચ બન્યા

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છા આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક નિવેદનમાં જણાવ્યુ ંહતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ૭૫થી ૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચ અને સદસ્યો ચૂંટાને આવ્યા છે. ગ્રામ્ય સ્તરે ભાજપની ગ્રામ્ય વિકાસનીતિ, યોજનાઓને સ્વીકારને જનતાએ ભાજપ સમર્થિત ઉમેદવારોને જીતાડ્યા છે. કોંગ્રેસની નકારાત્મકતા અને વેર-ઝેરના સતત પ્રયત્નો વચ્ચે ભાજપની શાંતિ, એકતા અને વિકાસની લાગણીને માન આપીને ૨૯૨ ગ્રામ પંચાયતોમાં સમરસ સરપંચો થયા છે તે ખુબ સારી બાબત છે. તેમાંથી ભાજપના ૮૦ ટકા જેટલા સરપંચો ચૂંટાી આવ્યા છે. ૧૨૩૮૬ કુલ વોર્ડમાંથી ૫૩૯૭ વોર્ડ બિનહરીફ એટલે કે સમરસ થયા છે તે પણ એક નોંધનીય અને અભિનંદનીય બાબત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં જાફરાબાદ નગરપાલિકામાં ૨૮માંથી ૨૮ બેઠકો પર ભાજપા બિનહરીફ થયેલ છે. આ ઉપરાંત કચ્છની રાપર નગરપાલિકામાં છ સભ્યો, રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ૧, પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ૧ અને ખેડા જિલ્લાની મહુધા અને મહેમદાવાદ નગરપાલિકામાં ૧-૧ સભ્યો એમ કુલ ૩૮ બિનહરીફ ભાજપ સભ્યો ચૂંટાયા છે. વાઘાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની વિકાસની રાજનીતિને સ્વીકારને ભાજપ તરફી જનાદેશ આપ્યો છે અને કોેંગ્રેસની વિવાદ અને ખંડનાત્મક રાજનીતિને જાકારો આપ્યો છે. વાઘાણીએ ફરથી તમામ મતદાતાઓનો આભાર માનીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડીને ગામને સંપૂર્ણ સુખ-સુવિધાયુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં સરપંચોના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવશે.

Related posts

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ ઝોનની સ્વમુલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

જો હું ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને મળ્યો હોત તો ભાજપ જીતી ના હોતઃ હાર્દિક

aapnugujarat

જુનાગઢમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1