Aapnu Gujarat
ગુજરાત

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ ઝોનની સ્વમુલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ

કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા શેઠ મંગળદાસ હોલ અમદાવાદ ખાતે અમદાવાદ ઝોનની બે દિવસીય સ્વમૂલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમીક્ષા બેઠક નો શુભારંભ કરવામાં આવ્યો હતો. બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ અર્બન, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર અર્બન અને બોટાદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓ, મુખ્યસેવિકા સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય સમીક્ષા બેઠકના અંતે અમદાવાદ ઝોનના પ્રોગ્રામ ઓફિસરો દ્વારા તમામ કામગીરીમાં સુધારો લાવી સો ટકા સંતોષકારક કામગીરી કરવા માટે ખાતરી આપી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક અશોક શર્માએ આઇસીડીએસ વિભાગ હેઠળ આંગણવાડી કાર્યકર હેલ્પર મુખ્યસેવિકા અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવાની થતી ખરેખર કામગીરી અને અત્યારે થતી કામગીરી વચ્ચે જે કડી છે તેના માટે પ્રયત્નો હાથ ધરી અને ખરેખર કરવાની થતી તમામ કામગીરી સમય બંધ થાય તે માટે વિગતવાર પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. સોનલબેન પાંડે દ્વારા આધાર સીડીંગ ની કામગીરી બાબતે વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિભાગીય નાયબ નિયામક ઈલાબા રાણા દ્વારા આઇસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર સમજ આપી હતી. સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર આરતીબેન ઠક્કર દ્વારા લાલ અને પીળા રજીસ્ટર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ ના પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને એ ટી પટેલ દ્વારા આંગણવાડી બાંધકામ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર મિટિંગનું આયોજન અને સંચાલન અમદાવાદ ગ્રામ્ય ના પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ અને અમદાવાદ શહેરી ના પ્રોગ્રામ ઓફિસર મીનળબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

તસવીર:- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

વાળંદ સમાજ દ્વારા કેશકલા બોર્ડની સ્થાપના કરવાની માંગ

aapnugujarat

મતદાનને લઈને નવતર પ્રયોગ

editor

પ્રેમીયુગલે સાબરમતી નદીમાં ઝંપલાવયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1