Aapnu Gujarat
ગુજરાત

વાળંદ સમાજ દ્વારા કેશકલા બોર્ડની સ્થાપના કરવાની માંગ

સમગ્ર ગુજરાતના વાળંદ (નાઈ) સમાજ દ્વારા વાળની સંભાળ રાખવા માટે અવનવી ટેકનિક થી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યને કોઈ ઉદ્યોગમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
મોંઘવારીના સમયમાં આ કાર્ય સાથે જોડાયેલા લોકો આધુનિક પદ્ધતિથી કામને આગળ વધારે એના માટે તૈયાર છે પરંતુ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે તેઓ પોતાનો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના એન.સી.પી.ના પ્રમુખ ભરત લિંબાચિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, દિલ્હીમાં કેશ કલા બોર્ડ કાર્યરત છે તો ગુજરાત રાજ્યમાં પણ કેશ કલા બોર્ડની સ્થાપના કરી સમાજના લોકોને આધુનિક ટેકનોલોજી અને ટ્રેનિંગ સાથે નવીન સાહસ કરી શકે એ માટે બોર્ડની સ્થાપના કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અલ્પેશની કોંગ્રેસને ચીમકીઃ ’હું ધારાસભ્ય પદ નહીં છોડું, જનતાએ મને જીતાડ્યો છે’

aapnugujarat

બાવળા એકતા સમિતિ પ્રમુખ બળદેવભાઈ સોનીએ વેપાર ધંધા પર ચિંતા જતાવી

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1