Aapnu Gujarat
ગુજરાત

ગઢબોરીયાદ ગામમાં પતિએ પત્નીની હત્યા કરતાં સનસનાટી

છોટાઉદેપુરમાં નસવાડીના ગઢબોરીયાદ ગામે શિક્ષક પતિએ શિક્ષિકા પત્ની અલ્પા ઝાલાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યા કર્યા બાદ પતિ બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ પત્ની અને બંને બાળકોને મળવા આવ્યો હતો. જાણવા મુજબ નસવાડીના ગઢબોરીયાદ ગામમાં રહેતા અલ્પા ખરેડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા જ્યારે પતિ મુકેશ સોલંકી આણંદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત રોજ સાંજે પતિ, પત્ની અને બંને બાળકોને મળવા આવ્યો હતો. દરમિયાન રાત્રે રોટલી બનાવવાના લોખંડના તવાથી અલ્પાના ગળા પર પતિ મુકેશે ગંભીર રીતે ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મુકેશ બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અને હત્યારા પતિને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

अहमदाबाद शहर में पांच वर्ष का सर्वाधिक तापमान

aapnugujarat

અમરાઈવાડી વિસ્તારમાં એકલવાયુ જીવન જીવી રહેલા વૃદ્ધાનું શંકાસ્પદરીતે મોત થયું

aapnugujarat

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી નો સાતમો દિક્ષાંત સમારોહ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1