Aapnu Gujarat
ગુજરાત

ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોદકામ કરતાં જે.સી.બી અને ટ્રેક્ટર જપ્ત

ભરતસિંહ પરમાર , સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં સરલા ગામે ખેડૂતો દ્વારા ચાલતાં રસ્તો રીપેરીંગની કામગીરી ઉપર ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી જે.સી.બી -૧ અને ટ્રેક્ટર-૨ જપ્ત કરવામાં આવ્યા હતાં અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી વાહનો ઉપર દંડનીય કામગીરી હાથ ધરી હતી
ખેડૂતોમાં આ કાર્યવાહીથી ઉગ્ર રોષ ફેલાયો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતો વરસાદ માટે ખેતરનાં રસ્તો પુરાણ કરવા માટે ખેડૂતોએ તળાવ માંથી માટી ભરીને રસ્તો રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી અને અમારા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે સવાલ એ છે કે સરલા અને આસપાસના ગામોમાં સફેદ માટીની અસંખ્ય ખાણો આવેલી છે તેની ઉપર કોઈ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી અને ધુળ માટી જે ખેતી માટે ઉપયોગી હોય તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે
ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલા વાહનો મુળી ખાતે જમા કરવામાં આવેલ છે

Related posts

ડૉ. ગુલાબચંદ પટેલની નારાયણ સ્પેશિયલ એવોર્ડ ૨૦૨૦ માટે પસંદગી કરાઈ

editor

ગુજરાતમાં પીવાના પાણીનો પુરતો જથ્થો છે : નીતિન પટેલ

aapnugujarat

આણંદમાં બોગસ તબીબની ધરપકડ

editor

Leave a Comment

UA-96247877-1