Aapnu Gujarat
ગુજરાત

આણંદમાં બોગસ તબીબની ધરપકડ

કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ઇટોલા પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની વડોદરા શહેર એસ.ઓ.જીએ ધરપકડ કરી છે. મહામારીમાં સરકાર અને તબીબો દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર ની ધરપકડ કરી હતી.
વરણામાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઇટોલા રેલવે ફાટક નજીક હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા રહેવાસી ગામ મહદહ, બક્સર – બિહાર તબિબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે સ્થળે દરોડો પાડ્યો ત્યારે બોગસ ડોક્ટર હરિરામ સ્ટેટોસ્કોપ લગાવીને દર્દીની સારવાર આપી રહ્યો હતો.
ટીમે દરોડા માં હરિરામની પુછપરછ કરી તેની પાસે ડિગ્રી કે મેડીકલ કાઉન્સિલનું પ્રેક્ટીસનું સર્ટીફીકેટ નહિ હોવાનું જણાવ્યું હતું. અને પોતે મધ્યપ્રદેશ, ભોપાલ ખાતે હોમિયોપેથીમાં ટ્રેઇનીંગનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
એસઓજી પોલીસે બોગસ ડોક્ટર વિરૂદ્ધ ભારતીય મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બોગસ તબીબ દ્વારા ડિગ્રી વગર છેલ્લા ૧ વર્ષથી દવાખાનું ચલાવતો હતો.
આવા કિસ્સાઓ બાદ હવે સામાન્ય લોકોએ પણ અજાણી જગ્યાએ ડોક્ટર પાસે જતા પહેલા યોગ્ય માહિતી ભેગી કરી લેવી પડશે તેમ લાગી રહ્યુ છે.

Related posts

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

aapnugujarat

ગુજરાતભરમાં શ્રદ્ધાની વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન

aapnugujarat

પીએમને પરેશ ધાનાણીનો પ્રશ્ન, સોહરાબુદ્દીનની હત્યાની સોપારી પોલીસ અધિકારીને કોણે આપી ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1