Aapnu Gujarat
ગુજરાત

૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે

કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. તેમજ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં પણ વધારો કરાયો છે. ત્યારે પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જોવી પડશે.
રાજ્યમાં હાલ કોરોના કહેર યથાવત છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ, મિની લોકડાઉન અને માસ્ક ફરજિયાત વગેરે જેવા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે પાવાગઢ જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જોવી પડશે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાની અવધીમાં વધારો કરાયો છે. આ અગાઉ ૩૧ એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કારાયો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં વધારો કરાયો છે. ભારતીય પુરાતત્વ વિભાગે કોરોના મહામારીને લઇને આ નિર્ણય કર્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી ૧૫ જૂન એટલે કે ૧૬ દિવસ સુધી પ્રવેશ બંધ કરાયો છે.
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતાં પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલા ૧૧૪ મોન્યુમેન્ટમાંથી ૩૯ મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા હતા. ત્યારે આ સ્મારકોને નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જો કે, કોરોના મહામારીને કારણે લોકોમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પાવાગઢ તેમજ ચાંપાનેર ખાતે મુલાકાતીઓના પ્રવેશ બંધની સમયમાર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

Related posts

આઇઆઇએમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ ૭૦ લોકો સંક્રમિત

editor

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે

editor

चक्रवात ‘वायु’ के रास्ता बदलने के बावजूद हाई अलर्ट पर गुजरात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1