Aapnu Gujarat
ગુજરાત

આઇઆઇએમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ ૭૦ લોકો સંક્રમિત

દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦એ પહોંચી છે.બીજી બાજુ, પટિયાલાની નાભા ઓપન જેલમાં બંધ ૪૦ મહિલાઓ કોરોના પોઝિટિવ મળી છે. કુલ ૪૭ કેદીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ, પોઝિટિવ આવનારા કેદીઓને પટિયાલાની નાભા ઓપન જેલમાંથી સ્થળાંતરીત કરાશે. અહીં મહિલા વોર્ડમાંથી રેન્ડમ રીતે નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા.દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. અગાઉની સરખામણીએ આ વખતે સંક્રમણ ગતિ ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ૫૬૨૧૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૧,૨૦,૯૫,૮૫૫ સુધી પહોંચી ગઇ છે.મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા ચિંતાજનક છે. સોમવારે અહીં કોરોના વાયરસના ૩૧,૬૪૩ નવા કેસ સામે આવ્યા હતા. જેની સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૨૭,૪૫,૫૧૮ થઇ ગઇ. મહારાષ્ટ્રમાં રવિવારે સંક્રમણના ૪૦,૪૧૪ નવા કેસ સામે આવ્યા હતા.

Related posts

સુરતમાં ૯૦ ટકાથી વધારે ઉમેદવારો પાસે કરોડોની સંપત્તિ

aapnugujarat

રખડતા ઢોર પકડવા તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી

aapnugujarat

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસો થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1