Aapnu Gujarat
ગુજરાત

સર ટી. હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રીશ્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં…

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની ૨૨૦૦ હોસ્પિટલોમાં સી.એસ.આર. ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે. 

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલું કરી દેવામાં આવ્યો છે. દેશ બદલાઇ રહ્યો છે અને આપણે અગાઉથી જ તેની જરૂરિયાત પારખીને તેનું અમલીકરણ શરૂ કરી દઇએ છીએ જેથી જે- તે સમસ્યાની મારક ક્ષમતાને ઘટાડી શકાય. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, કોરોનાના ત્રીજા વેવમાં બાળકોને વધુ અસર થઇ શકે છે. તો તેની જરૂરિયાતને પારખીને હોસ્પિટલોમાં અત્યારથી જ ૨૦ ટકા બેડ બાળકોની સુવિધા આપી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, દેશની જનતાના સહકારથી દેશ આગળ વધતો હોય છે. જો દેશનો નાગરિક એક ડગલું ચાલે તો પણ આપણે ૧.૨૦ કરોડ ડગલાં આગળ ચાલીશું. દેશના લોકોની સેવા દ્વારા નયા ભારતના નિર્માણની સંકલ્પબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

Related posts

સેલ્ફ ફાયનાન્સ કોલેજોને બેંક ગેરેંટી આપવાની શરત રદ થઇ

aapnugujarat

પાટીદાર આંદોલનમાં ઘવાયેલા યુવાનને રૂ.૧૦ લાખની સહાય : મહેસાણામાં યોજાયો કાર્યક્રમ

aapnugujarat

सूरत में पानी भरे ड्रम में गिरने पर बच्चे की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1