Aapnu Gujarat
ગુજરાત

ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલની સેલની મહત્વપૂર્ણ કામગીરી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલની સેલની ડીસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી તથા સ્ટિયરિંગ કમિટીના સંકલનમાં જિલ્લામાં તમાકુથી થતાં નુકશાનને અટકાવવાં માટે વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવી તે અંગેની જાગરૂકતાં લાવવામાં આવે છે.એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી, ભાવનગર દ્વારા તમાકુથી થતાં નુકસાન અન્વયે અંગે વિવિધ કાર્યક્રમો અન્વયે જનજાગૃતિ અને તમાકુથી થતાં નુકસાનના મુદ્દા હેઠળ વિવિધ સ્થળો પર કુલ ૩૬ કાર્યક્રમ દ્વારા ૧,૬૩૪ વ્યક્તિઓ સુધી આ માટેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. જેમાં ૪૦૭ આરોગ્ય કર્મચારીઓ, ૫૦ શિક્ષકો, ૪૫૩ કોલેજના વિદ્યાર્થીઓ ૫૭૪ આશાવર્કરો, ૭૦ આંગણવાડી વર્કરો  સહભાગી થયાં હતાં. આ માટે જિલ્લા અને તાલુકાની ખાનગી અને સરકારી શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ૧૪૧૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને તેમને પ્રોત્સાહન રૂપી ભેટ પણ આપવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત તપાસ સ્કવોડમાં રૂા. ૧૬,૧૦૦ અને વિવિધ કચેરીઓ દ્વારા કલમના ભંગ બદલ રૂા.૪૧,૪૦૦ રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. તમાકુ નિયંત્રણ માટે વિવિધ પ્રકારે પ્રકારે જનજાગૃતિ કરી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ (ખાસ કરીને એમ.એસ.ડબલ્યુ.) મારફતે ચોક્કસ વિસ્તારમાં શેરી નાટકો કરી તમાકુ નિષેધ માટે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. 

Related posts

भलाभगत की पोल में प्राचीन रणछोडराजी मंदिर में भंडारा

aapnugujarat

દિયોદર પોલીસ મથકમાં પીએસઓનું અરજદારો સાથે ગેરવર્તન

editor

રાજ્યના જળાશયોમાં 50 ટકા જ પાણીનો જથ્થો એવેલેબલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1