Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોવિડ – ૧૯નાં ૪૩,૦૭૧ નવા કોરોનાના કેસ, ૯૫૫ ના મોત

દેશમાં સતત નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે નવા કેસની સંખ્યા ૪૮ હજાર અને મૃત્યુઆંક ૧૦૦૦ને પાર ગયા બાદ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાેકે, ગઈકાલની સરખામણીમાં આજે નોંધાયેલા કેસમાં મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે રજૂ કરાયેલા શુક્રવારના કેસ મુજબ નવા ૪૪,૧૧૧ સંક્રમણ નોંધાયા હતા અને મૃત્યુઆંક ૭૩૮ પહોંચી ગયો હતો. જાેકે, આજે નોંધાયેલા નવા આંકડામાં મૃત્યુઆંક વધ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૩,૦૭૧ કેસ નોંધાયા છે, જેની સામે ૯૫૫ લોકોના મોત થયા છે. જાેકે, આ મૃત્યુઆંક ગઈકાલની સરખામણીમાં મોટો છે.
વધુ ૫૨,૨૯૯ દર્દીઓ સાજા થતા કોરોનાના કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને ૨,૯૬,૫૮,૦૭૮ થઈ ગયો છે. જ્યારે કોરોનાનો સંક્રમણ આંકડો ૩,૦૫,૪૫,૪૩૩ પર પહોંચી ગયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૪,૦૨,૦૦૫ થઈ ગયા છે. કોરોનાના સંક્રમણને હરાવીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪,૮૫,૩૫૦ થઈ ગઈ છે.
૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ થયો હતો. દેશમાં અત્યાર સુધી ૩૫ કરોડથી વધુ રસીના ડોઝ અપાઇ ચૂક્યાં છે. શનિવારે ૧૮-૪૪ વર્ષના ૨૮,૩૩,૬૯૧ લોકોને પર્થમ ડોઝ અને ૩,૨૯,૮૮૯ લોકને બીજાે ડોઝ અપાવામાં આવ્યો હતો. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વર્ગવયના કુલ ૯૯,૪૩૪,૮૬૨ લોકોને પ્રથમ ડોઝ અને ૨૭,૧૨,૭૯૪ને બીજાે ડોઝ અપાયો છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે પહેલી જુલાઈ સુધીમાં કુલ ૪૧,૮૨,૫૪,૯૫૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૧૮,૩૮,૪૯૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.
તો બીજી તરફ નીતિ આયોગના સભ્ય વી. કે પોલે કહ્યું કે ‘અત્યારે પણ આપણે બીજી લહેર સામે ઝઝૂમી રહ્યા છીએ. કોરોનાની બીજી લહેર હજુ પુરી થઇ નથી. ત્રીજી લહેર આવે કે ન આવે તે આપણા હાથમાં છે. જાે આપણે અનુશાસનમાં છીએ, અટલ નિશ્વય રાખીશું તો આ ત્રીજી લહેર નહી આવે. તેમણે આગળ કહ્યું કે ચેન ઓફ ટ્રાંસમિશન રોકવું જરૂરી છે. વાયરસ સામે લડાઇ હજુ ચાલુ છે.

Related posts

राहुल-प्रियंका का मोदी सरकार पर तंज

editor

કેરળ નન રેપ : ફ્રેન્કો છઠ્ઠી સુધી ન્યાયિક હિરાસતમાં

aapnugujarat

सीएम अमरिंदर सिंह ने किसानों से मोबाइल टावरों को नुकसान न पहुंचाने की अपील की

editor

Leave a Comment

UA-96247877-1