Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળ નન રેપ : ફ્રેન્કો છઠ્ઠી સુધી ન્યાયિક હિરાસતમાં

કેરળમાં નનની સાથે રેપના મામલામાં આરોપી બિશપ ફ્રેન્કોને છઠ્ઠી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પહેલા આરોપી બિશપ કોટ્ટયામને પાલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેરળ નન રેપ કેસના મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૨૪મી સપ્ટેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો અગાઉ આદેશ કરવામાં આવ્યો હતો. આરોપી બિશપની ત્રણ દિવસ સુધી સતત પુછપરછ કરવામાં આવ્યા બાદ શુક્રવારના દિવસે ધરપકડ કરી લેવામાં આવી હતી. આશરે ૨૨ કલાક સુધી તેમની મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ટીમે બિશપને પૂર્ણ સમય આપ્યો હતો અને પોતાની દલીલબાજી કરવા માટે કહ્યું હતું.
આ મામલામાં પોતાની સ્પષ્ટતા કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. બિશપની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ૮૫ દિવસ પછી આ ધરપકડ કરવામાં આવી હતી.
પીડિત નને આક્ષેપ કર્યો હતો કે, ૨૦૧૪થી લઇને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં તેની સાતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મામલો વધુ ગંભીર બન્યા બાદ બિશપે પોતાની તરફેણમાં કેટલાક ખુલાસા કર્યા હતા. બદલા લેવાની ભાવના સાથે આ ફરિયાદ થઇ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. બિશપે નનની સામે તપાસ કરવાની મંજુરીની માંગણી કરી હતી. બીજી બાજુ સાયરોમાલાબાર કેથોલિક ચર્ચમાં આરોપી બિશપ ફ્રેન્કોની સામે વિરોધ પ્રદર્શન કરનાર સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. કેરળમાં નન બળાત્કારનો મામલો રાજકીયરીતે પણ ગરમી પકડી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો આ મામલે ખુબ સાવધાનીપૂર્વક આગળ વધવા ઇચ્છુક છે. છઠ્ઠી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયા બાદ આ મામલો ફ્રેન્કોની મુશ્કેલી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેરળમાં વિરોધ પ્રદર્શનનો દોર યથાવતરીતે જારી રહ્યો છે.

Related posts

ભારત ૧૯૬૨ની જેમ ફરી એક વખત ભ્રમમાં રાચી રહ્યું છે : ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ

aapnugujarat

पनडुब्बी निर्माण के लिए प्रोजेक्ट-७५ पर १० साल की देरी के बाद काम शुरु हुआ

aapnugujarat

ફ્લેશનેટના મામલમાં કોંગીના આક્ષેપને ગોયેલે ફગાવી દીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1