Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા GIDC દ્વારા ફેલાતા પ્રદુષણ બાબતે સ્થાનિકોમાં રોષ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

              ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલ GIDC વિસ્તારમા કોલસાની કંપનીમાંથી ઉડતી રજકણો અહિ પાસે રહેતા સ્થાનિકોને માથાના દુ:ખાવા સમાન સાબિત થઇ છે. જ્યારે અહિંના સ્થાનિક લોકોના રહેણાક મકાન સહિત સમગ્ર વિસ્તાર આશરે 30થી વધુ પરીવારને છેલ્લા કેટલાક સમયથી કોલસીની બારીક રજકણોના લીધે સ્વાસ્થ્યને નુકશાન થતુ હોવાનો આક્ષેપ કરાયો છે. જેમા ધ્રાંગધ્રા શહેરની GIDC વિસ્તારમા આવેલા કોલસાના કારખાનામાં કોલસાના નાના ટુકડા કરવાનુ કામ થતુ હોય જે દરમિયાન ઉડતી ઝીણી રજકણો કારખાનાથી થોડે દુર રહેતા રહેણાંક વિસ્તાર સુધીને ઉડીને જાય છે સ્થાનિકોને કહેવુ છે કે જ્યારે પોતે બપોરે ભોજન કરવા બેસે છે ત્યારે તેઓની ભોજન પીરસેલી થાળીમા રીતસરની કાળી અને બારીક મુકી હવામાંથી ઉડીને આવે છે જે સ્પષ્ટ નજરે પડે છે અને ભોજનની સાથે આ બારીક સૂક્ષ્મ કોલસીનો ભુક્કો પોતાના શરીરમાં જાય છે સાથે જ અહિ શ્વાસોશ્વાસમા પણ શરીરની અંદર આ રજકણો પ્રસરી જતા શ્વાસ, ટીબી સહિતના ગંભીર રોગો થવાની શક્યતા છે. અંદાજે 30 જેટલા પરિવારોમાં કેટલાક સ્થાનિકોને નાના બાળકો પણ છે અને આ બાળકોના આરોગ્યને પણ જોખમ ઉભુ થયુ હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે આ બાબતે સ્થાનિક પરીવારો દ્વારા અનેક વખત GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડઁ) સહિત ઉચ્ચસ્તરે રજુવાત કરી છતા પણ કોઇ જાતની કાયઁવાહી થતી નહિ અને અધિકારીઓ વગદાર કારખાનાના માલિક સાથે સેટીંગ ધરાવતા હોવાના આક્ષેપ પણ કરાયા છે ત્યારે આ કોલસાના કારખાનાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક પરિવારજનો દ્વારા સત્વરે કાયઁવાહી કરાય અન્યથા કાયદો હાથમા લેવાની પણ તૈયારી દશાઁવાઇ છે.

Related posts

लोकसभा चुनाव के पहले गुजरात भाजपा मुसीबत में

aapnugujarat

રાજ્યસભા ચૂંટણી : ભાજપે આઠ ઉમેદવાર જાહેર કરી દીધા

aapnugujarat

સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તુટેલા રસ્તાનો ઝોન વાઈઝ રિપોર્ટ આપવા ચર્ચા કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1