Aapnu Gujarat
ગુજરાત

ગઢડા કેળવણી સમાજ સંચાલિત સ્કૂલમાં ભવ્ય વૃક્ષારોપણ

ઉમેશ ગોરાહવા, ભાવનગર

ગઢડા કેળવણી સમાજના પ્રમુખશ્રી સંજયભાઈ ઠાકર તેમજ શાળાના આચાર્ય ડો.સી કે કાનાણી ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો.વૃક્ષારોપણ દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક ગાન સાથે મહાનુભવો ,મહેમાનો ,શાળા પરિવાર, એન.એસ.એસ.ના કાર્યકર્તાઓ દ્વારા સૌના વરદ હસ્તે ૨૭૦ વૃક્ષ, વેલી, ફુલછોડ રોપવામાં આવ્યા.વૃક્ષારોપણ બાદ શાળાના પ્રાર્થના ખંડ માં દાતાઓનું સન્માન તેમજ આજની પ્રવૃત્તિ અંગે ટૂંકો કાર્યક્રમ સરકારશ્રીની sop ગાઇડલાઇન મુજબ યોજવામાં આવ્યો.

ગઢડા કેળવણી સમાજના પ્રમુખશ્રી સંજયભાઈ ઠાકરસાહેબે વૃક્ષ જતન પર ભાર મૂકી આ પ્રવૃત્તિને બિરદાવી તેમજ કેળવણી સમાજના કારોબારી સદસ્ય શ્રી જયરાજભાઈ પટગીરે ઓક્સિજનના સ્ત્રોત એવા વૃક્ષ થી પર્યાવરણ સુધરે તેવી વાત રજુ કરેલ. પૂર્વ આચાર્ય શ્રી આર.ટી. પટેલ સાહેબે પોતાના સમયથી આજ સુધીની શાળાના પર્યાવરણ પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો .

શાળાના આચાર્યશ્રી ડો.કાનાણી એ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તેમજ ભાવી આયોજનની વાત સાથે આ શાળામાં ફુલ ૭૬૦ વૃક્ષો, વેલીઓ, લતાઓ તેમજ ફુલ છોડો થી શાળા નંદનવન બની તેની વાત રજુ કરેલ.તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અવશ્ય શાળાની મુલાકાતે પધારે એવું હાર્દિક નિમંત્રણ પણ આપવામાં આવેલ.આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રણજીતભાઈ ગોવાળિયા એ ક્રાંતિકારી વિચાર રજુ કરી પોતાના જન્મદિવસની ઉજવણી પોતાની માતૃ સંસ્થા માં વૃક્ષ વાવી ઉજવવાનો નવો રાહ આપ સૌને ચીંધે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢડા કેળવણી સમાજ , શાળા પરિવાર, નગર શ્રેષ્ઠીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તન, મન ,ધનથી સહયોગ મળેલ કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ રાજ્યગુરુ તથા આભારવિધિ કે.પી. કણજારીયાએ કરેલ.આ કાર્યક્રમમાં ગઢડાના રાજકીય અને સામાજિક આગેવાનો શ્રી ઇરફાનભાઈ ખીમણી, મુકેશભાઈ હિહોરીયા, જયરાજભાઈ ખાચર, હમીરભાઈ લાવડીયા, ઘનશામમભાઈ ડવ, પીયૂષભાઈ શાહ, વિક્રમભાઈ આહિર, કનુભાઈ બોરીચા,વિગેરે એ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો

Related posts

સિંહસુરક્ષા, અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર જમીન ઉપયોગ માટે સીએમની બેઠક

aapnugujarat

હવે ગાંધીનગરમાં સિંહની ડણક સંભળાશે

aapnugujarat

પંચમહાલ ખાણ ખનીજ વિભાગે સફેદ સ્ટોન પાઉડર ભરેલી ટ્રક ઝડપી

editor

Leave a Comment

UA-96247877-1