Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ ખાણ ખનીજ વિભાગે સફેદ સ્ટોન પાઉડર ભરેલી ટ્રક ઝડપી

શહેરા પંથકમાં ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી થવાની વ્યાપક બુમો પડતી રહે છે. ખાણખનીજ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે મોડાસા તરફથી સફેદ રંગનો સ્ટોન પાઉડર ભરીને હાલોલ તરફ જવા નીકળી છે આથી વોચના આધારે ખાણખનીજ વિભાગે ટ્રકને શહેરા ગોધરા હાઈવે પર ઝોઝ ગામ પાસે આંતરીને ચાલક પાસેથી પાસ પરમીટ માંગતા મળી આવી ન હતી જેથી ખાણખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રકને શહેરા મામલતદાર કચેરી ખાતે લાવીને તપાસ કરવામાં આવતાં ક્ષમતાથી વધુ પ્રમાણમાં જથ્થો પણ જણાયો હતો. ખાણખનીજ વિભાગે પાંચ લાખથી વધુ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જમીન પથરાળ છે. અહીંની જમીનમાંથી મોટાભાગે સફેદ પથ્થરો નીકળે છે જે ખનીજ ચોરો માટે આશીર્વાદ સમાન બની ગયા છે. આ પહેલા પણ સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે પથ્થરો ભરીને જતી ટ્રકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ખનીજ ચોરો રોયલ્ટી ન ભરીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યાં છે ત્યારે ત્યારે તંત્ર પર આવી પથ્થરોની ખનીજ ચોરી કરનારા સામે સજાગ થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સરકારની રચના-મુખ્યમંત્રીના નામને લઇ ભાજપમાં કશ્મકશ

aapnugujarat

ભંગારમાંથી મળ્યા સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણ કરાતા પાઠ્યપુસ્તકો

editor

જોયઆલુક્કાસ જવેલર્સના શો રૂમ ઉપર દરોડાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1