Aapnu Gujarat
રમતગમત

૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન બનવું હતું, પરંતુ ધોની બન્યો ઃ યુવરાજ

ભારતીય ક્રિકેટના બેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં સામેલ યુવરાજ સિંહનો સૌથી મોટો ઘટસ્ફોટ. યુવરાજે કહ્યું કે તે ૨૦૦૭ ્‌-૨૦ વર્લ્ડ કપમાં કેપ્ટન બનવાની આશા રાખી રહ્યો હતો. પરંતુ તેના પર પાણી ફરી વળ્યું હતું. સિલેક્ટર્સે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકામાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો અને ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો.
યુવરાજે કહ્યું, ૨૦૦૭ના વનડે વર્લ્ડ કપમાં અમે કારમી હારનો સામનો કર્યો હતો. હાર પછી ભારતીય ટીમમાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. ત્યારપછી અમારે ઈંગ્લેન્ડના ૨ મહિનાના ટૂર પર જવાનુ હતું. વચ્ચે સાઉથ આફ્રિકા અને આયરલેન્ડમાં પણ એક મહિનાનું ટૂર હતું. ત્યારપછી ્‌-૨૦ વર્લ્ડ કપ યોજાયો હતો. અમે આ ટૂર્નામેન્ટથી ફક્ત ૪ મહિના દૂર હતા.
યુવરાજે કહ્યું, વર્લ્ડ કપ પહેલા ટીમના ઘણા સિનીયર્સે વિરામ લેવાનો ર્નિણય કર્યો હતો અને ટી-૨૦ વર્લ્ડ કપને ગંભીરતાથી લધો નહતો. મને થયું કે બધા સીનિયર આરામ કરી રહ્યા છે તો કેપ્ટન તરીકે મને પસંદ કરવામાં આવશે, પરંતુ અમ ન થયું અને ધોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
દ્રવિડે ૨૦૦૭માં કેપ્ટનશિપ પદનો ત્યાગ કર્યો હતો. દ્રવિડે ટી૨૦ વર્લ્ડ કપમાંથી પણ વિરામ લેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ત્યારે સચિન તેડુંલકરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પણ ના પાડી દીધી હતી. તેડુંલકરે જ ધોનીને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપથી બીસીસીઆઈએ ધોનીને કેપ્ટનશિપ સોંપી હતી. ત્યારપછી આ ર્નિણય ભારતીય ક્રિકેટ માટે માસ્ટર સ્ટ્રોક રહ્યો હતો અને આ ઘટના અંગે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પણ ઘણી વેળા ચર્ચાઓ કરી હતી.
યુવરાજે જણાવ્યું, ધોની કેપ્ટન બન્યો તેમ છતાં અમારી દોસ્તી પહેલા જેવી જ રહી હતી. ટીમનો જે પણ કેપ્ટન બને આપણે એમને સપોર્ટ કરવો જાેઈએ. ભલે પછી એ ગાંગુલી હોય, દ્રવિડ હોય કે પછી બીજાે કોઈપણ ખેલાડી. એક સારા ટીમ મેન બનવું જાેઈએ અને મેં પણ એજ કર્યું હતું.
યુવરાજે ઝાહીર અંગે જણાવ્યું, ગાંગુલી, દ્રવિડ અને સચિને ટી-૨૦ વર્લ્ડ કપમાંથી વિરામ લીધો હતો. ત્યારપછી ઝાહીર ખાને પણ પોતાનો ર્નિણય બીસીસીઆઈને જણાવ્યો અને આરામ આપવાની અપિલ કરી હતી. ઝાહીરે કહ્યું, હું લાંબા સમય સુધી ક્રિકેટ રમી ચૂક્યો છું.
યુવીએ કહ્યું, ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ હતી. ત્યારે ક્રિસ ગેઈલે ૫૦-૫૫ બોલમાં સદી નોંધાવી હતી. આ જાેઈને રાત્રે ઝાહીરે મને ફોન કરીને કહ્યું હતું કે સારુ થયું મેં આ ટૂર્નામેન્ટમાં ભાગ નથી લીધો. ત્યારપછી અમે વર્લ્ડ કપ જીતી ગયો અને જે રાત્રે અમે જીત્યા ત્યારથી એણે મને મેસેજ કર્યો હતો કે અરે ના યાર! મારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો જાેઈતો હતો.
ભારતીય ટીમના ઓપનર ગૌતમ ગંભીરે ૫૪ બોલમાં ૭૫ રન બનાવ્યા હતા, જેના કારણે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સમયે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૫૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૫૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મિસ્બાહ ઉલ હકે ૩૮ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. ઈરફાન પઠાણ અને આર.પી સિંહે ૩-૩ વિકેટ ઝડપી હતી.
યુવરાજે કહ્યું, ટીમ ઈન્ડિયાએ એટલે પ્રેક્ટિસ નહતી કરી કારણ કે અમે એક યંગ ટીમ હતા. અમારી પાસે કોઈ આંતરરાષ્ટ્રીય કોચ પણ નહતો. લાલચંદ રાજપૂત અમારા કોચ હતા અને વેંકટેશ પ્રસાદ બોલિંગ કોચ હતા. એક યુવા કેપ્ટન અને ટીમ સાથે અમે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. અમે માત્ર આ ટૂર્નામેન્ટને એન્જાેય કરવા આવ્યા હતા.

Related posts

ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવન ટીમ જાહેર, સુકાન ધોનીને સોપાયું

aapnugujarat

વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું

aapnugujarat

બીજી વાર પિતા બન્યા ક્રિકેટર હરભજન સિંહ

editor

Leave a Comment

UA-96247877-1