Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયા ઇરાનને એડવાન્સ સેટેલાઇટ ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં

રશિયા ઈરાનને એક એડવાન્સ સેટેલાઇટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે તેને મધ્ય-પૂર્વમાં સંભવિત સૈન્ય લક્ષ્યોને ટ્રેક કરવામાં સક્ષમ બનાવશે. અમેરિકન સમાચારપત્ર વોશિંગ્ટન પોસ્ટે ગુરૂવારના જણાવ્યું કે, આ યોજના હેઠળ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ રશિયા નિર્મિત કનોપસ-વી સેટેલાઇટ ઈરાનને આપવો જાેઇએ. રિપોર્ટ પ્રમાણે રશિયા આને કેટલાક મહિનામાં જ લોન્ચ કરી શકે છે.
રશિયાના આ ર્નિણયથી ઇઝરાઇલની ચિંતા વધી શકે છે, કેમકે ઈરાન એ દેશોમાંથી એક છે જે ઇઝરાઇલની વિરુદ્ધ પેલેસ્ટાઇનના સક્રિય ચરમપંથી સંગઠન હમાસને સતત સમર્થન કરી રહ્યું છે. પૂર્વ જેરુસલમે સ્થિત અલ-અક્સા મસ્જિદમાં ૧૦ મે ૨૦૨૧ થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ હમાસે સતત ૧૧ દિવસ સુધી ઇઝરાઇલની વિરુદ્ધ રૉકેટ પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડન અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની જિનેવામાં થનારી બેઠકથી પહેલા વોશિંગ્ટન પોસ્ટનો આ રિપોર્ટ સામે આવ્યો છે.
અમેરિકા અને ઈરાન ૨૦૧૫ના પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. આ કરારને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રદ્દ કરીને ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. બરાક ઓબામાના સમયે થયેલા આ કરાને પુનઃસ્થાપિત કરવાથી ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો ખત્મ થઈ જશે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ લગાવવામાં આવી શકાશે. રિપોર્ટ પ્રમાણે સેટેલાઇટ દ્વારા ઈરાન ફારસની ખાડીની તેલ રિફાઇનરીઓ, ઇઝરાઇલ સૈન્ય અડ્ડાઓ અને એ ઈરાની બેરકોની નિરંતર મોનિટરિંગ કરી શકશે જ્યાં અમેરિકન સૈનિકો રહે છે.
સૂત્રો પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયન કનોપસ-વી નાગરિક ઉપયોગ માટે છે. ઈરાનના નેતાઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાડ્‌ર્સ કૉપ્ર્સે ૨૦૧૮ બાદથી રશિયાની અનેક મુલાકાતો કરી, જેથી આ સંબંધમાં કરાર પર વાતચીત કરી શકાય.

Related posts

ભારતના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે : ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલી મોટી ડ્યુટીનો ઉલ્લેખ કરીને ભડાશ કાઢી

aapnugujarat

US Prez Biden withdraws move to rescind work authorization for H-1B spouses

editor

गूगल कर के तौर पर फ्रांस में 96 करोड़ 50 लाख यूरो का करेगा भुगतान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1