Aapnu Gujarat
રમતગમત

વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપમાં સેમિફાઇનલ પહેલા બહાર થયા બાદ પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું છે. બુધવારે ઇંઝમામે પોતે પત્રકાર પરિષદ યોજીને આ વાતની જાહેરાત કરી કે તે હવે ટીમના મુખ્ય પસંદગીકાર રહેશે નહીં. લાહોરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં હકે કહ્યું કે, મેં અનુભવ્યું કે, હું જે કરી શકતો હતો તે કર્યું અને આ મહિના સુધી મારા કાર્યકાળ પર છું અને ત્યારબાદ રાજીનામું આપી રહ્યો છું. પરંતુ ઇઁઝમામે તે પણ કહ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગે છે અને મારી જરૂર છે તો હું કોઈ અન્ય પદ પર વાપસી કરી શકુ છું.
ઇંઝમામે કહ્યું કે, ’ક્રિકેટ મારૂ પેશન છે પરંતુ હું પસંદગીની પ્રક્રિયામાં રહેવા ઈચ્છતો નથી.’ ઇંઝમામ ઉલ હક પાકિસ્તાન ટીમના વિશ્વકપમાં પ્રદર્શનથી પણ ખુશ છે અને કહ્યું કે, દુર્ભાગ્યથી આપણે સેમિફાઇનલમાં ક્વોલિફાઇ કરી શક્યા નહીં. મહત્વનું છે કે પાકિસ્તાન ટીમે સરફરાઝ અહમદની આગેવાનીમાં વિશ્વ કપમાં ૯માથી ૫ મેચ જીતી હતી, જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. આ રીતે પાકિસ્તાન ૧૧ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું. તો આટલા પોઈન્ટ મેળવનારી ન્યૂઝીલેન્ડની ટીમે સારી નેટ રન રેટના આધાર પર સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા ઇંઝમામ ઉલ હકે કહ્યું કે, ’દુર્ભાગ્યથી અમે પહેલા કેટલિક મેચ ગુમાવી. તેવામાં નેટ રન રેટ સુધારવામાં મુશ્કેલી થઈ.’ ઇંઝમામ ઉલ હકે મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકનું પણ સમર્થન કર્યું કે તેને કેમ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પૂર્વ કેપ્ટને જણાવ્યું કે, આ બંન્નેએ છેલ્લા બે વર્ષમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ઇંઝમામે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય તે પણ માનવામાં આવી રહ્યું છે કે, સરફરાઝ અહમદ પાસેથી કેટલાક ફોર્મેટની આગેવાની છીનવાઇ શકે છે. આ સિવાય ટીમના મુખ્ય કોચની પણ હકાલપટ્ટી કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

RAHUL DRAVID જ ટીમ ઈન્ડિયાના કોચ : T-20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે રહેશે

aapnugujarat

वार्नर का शतक, ऑस्ट्रेलिया को 72 रन की बढ़त

aapnugujarat

Expect to Rohit Sharma scores 2 more hundreds in World Cup 2019 : Virat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1