Aapnu Gujarat
રમતગમત

ક્રિકેટમાં લાગુ થવા જઇ રહ્યો છે નવો નિયમ, ૧૨મો ખેલાડી પણ કરી શકશે બેટિંગ

આઈસીસી ક્રિકેટ અધિકારીઓ ૧ ઑગષ્ટથી એશિઝ સીરીઝમાં એક નવો નિયમ લાવી શકે છે.
આ નિયમ માથા પર ઇજા થશે તો સબસ્ટીટ્યૂટ ખેલાડીને રમવાની મંજૂરી આપવાનો છે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદની વાર્ષિક બેઠકમાં આ નિયમને લાવવાની ચર્ચા ચાલી રહી છે. આશા છે કે આ નિમયને મંજૂરી મળી જશે અને આ નિયમ તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે, જેથી વિશ્વ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાનારી દરેક મેચોમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવી શકે અને ખેલાડીઓને સુરક્ષા મળે.આ નિયમને લાવવાની માંગ ઑસ્ટ્રેલિયાઈ બેટ્‌સમેન ફિલિપ હ્યૂઝનાં માથા પર બૉલ વાગ્યા બાદથી ચાલી રહી હતી. ૨૦૧૪માં લિસ્ટ-એ મેચમાં ફિલિપ હ્યયૂઝને બાઉન્સર વાગ્યો હતો અને તેના કેટલાક દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતુ. આ ઘટના બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ઘરેલૂ મેચોમાં આ નિયમને લાગુ કર્યો હતો.
આ નિયમ જો કે ઑસ્ટ્રેલિયાનાં શેફીલ્ડ શીલ્ડમાં લાગૂ નહોતો થઇ શક્યો. ઑક્ટોબર-૨૦૧૭માં આઈસીસીએ ઘરઆંગણે આ નિયમને લઇને ૨ દિવસનો ટ્રાયલ કર્યો હતો.સીએ બાદ હાલનાં સમયમાં આ નિયમને લાવવા માટે અવાજ ઉઠ્યો હતો. સીએએ નિયમ બનાવ્યો હતો કે, ‘જો ડૉક્ટરે કહ્યું છે તો ખેલાડી મેદાન છોડી શકે છે અથવા જો ખેલાડી આઘાતની સ્થિતિમાં છે તો પણ તે મેદાનથી બહાર જઇ શકે છે. તાજેતરમાં થયેલા વિશ્વ કપમાં પણ આને લઇને જાણકારી માટેનાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરેક ટીમે પોતાનો એક મેડિકલ પ્રતિનિધિે બનાવ્યો હતો અને મેચનાં દિવસે એક સ્વતંત્ર ડૉક્ટર પણ સમર્થન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Related posts

ટેસ્ટ રેંકિંગમાં કોહલી ટોપ પર : પુજારા ટોપ પાંચમાં

aapnugujarat

मेरी गैरमौजूदगी में रहाणे टीम की अच्छी कप्तानी करेंगे : कोहली

editor

World XI भारत को घर में खुसकर दे सकते हैं मात..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1