Aapnu Gujarat
રમતગમત

ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન : સિંધુ, શ્રીકાંતનો પહેલા રાઉન્ડમાં વિજય

ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ – પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે અહીં ઈન્ડોનેશિયા ઓપન બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટમાં વિજય સાથે આરંભ કર્યો છે. બંને જણે અનુક્રમે મહિલા અને પુરુષ વર્ગમાં પોતપોતાની પહેલા રાઉન્ડની મેચ જીતી લીધી છે.તે છતાં ભારતના બે પુરુષ ખેલાડીઓ – બી. સાઈ પ્રણીત અને એચ.એસ. પ્રણયની હાર થઈ છે.સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સના વર્ગમાં, પાંચમી ક્રમાંકિત સિંધુએ જાપાનની એયા ઓહોરીને રોમાંચક મુકાબલામાં ૧૧-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૫ સ્કોરથી પરાજય આપ્યો હતો. આ મેચ લગભગ એક કલાક સુધી ચાલી હતી.
મેન્સ સિંગલ્સમાં, વર્લ્ડ નંબર-૯ કિદામ્બી શ્રીકાંતને વિજય મેળવવામાં ખાસ મહેનત કરવી પડી નહોતી. જાપાનનો કેન્ટા નિશિમોતો પર એણે ૨૧-૧૪, ૨૧-૧૩થી જીત મેળવી હતી. આ મેચ ૩૮ મિનિટ સુધી ચાલી હતી.આ વર્ષે સ્વિસ ઓપનની ફાઈનલમાં પહોંચેલો પ્રણીત આજે હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ સામે ૧૫-૨૧, ૨૧-૧૩, ૧૦-૨૧થી હારી ગયો હતો. અન્ય ખેલાડી પ્રણય ચીનના દ્વિતીય ક્રમાંકિત શી યુ કી સામે ૨૧-૧૯, ૧૮-૨૧, ૨૦-૨૨ સ્કોરથી હારી ગયો હતો. એ મેચ ૭૧-મિનિટ ચાલી હતી.

Related posts

ISSF World Cup : Elavenil Valarivan wons Gold in 10m Air Rifle

aapnugujarat

આઈપીએલ : આવતીકાલે મુંબઈ-દિલ્હી ટકરાશે

aapnugujarat

क्रुनाल पांड्या पर दीपक हुड्डा ने गाली-गलौज और धमकी का लगाया आरोप

editor

Leave a Comment

UA-96247877-1