Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈપીએલ : આવતીકાલે મુંબઈ-દિલ્હી ટકરાશે

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે લીગ તબક્કાની બે છેલ્લી મેચો રમાનાર છે. જે પૈકી પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ દિલ્હી ડેરડેવિલ્સની સામે મેદાનમાં ઉતરશે. મુંબઇ માટે પ્લે ઓફ તબક્કામાં પ્રવેશ કરવા માટે આ છેલ્લી તક રહેલી છે. દિલ્હીની ટીમ ઘરઆંગણે જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર જેવી મજબુત ટીમ સામે છેલ્લી મેચ જીતી લીધા બાદ દિલ્હીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. આ ખેલાડીઓ હવે મુંબઇની સામે પણ જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. પોઇન્ટ ટેબલમાં મુંબઇ હાલમાં ચોથા સ્થાને છે. મુંબઇએ ૧૩ મેચોમાં છમાં જીત મેળવી છે અને સાતમાં તેની હાર થઇ છે. તેના ૧૨ પોઇન્ટ છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.દિલ્હી ડેરડેવિલ્સે હજુ સુધી ૧૨ મેચો રમી છે જે પૈકી નવમાં તેની હાર થઇ છે.મેચને લઇને દિલ્હીમાં તમામ તૈયારી કરી લેવાઇ છે. દિલ્હી અને મુંબઇ વચ્ચેની મેચ હાઇ વોલ્ટેજ રહી શકે .

Related posts

चीनी नेताओं से अहम वार्ता के लिए पेइचिंग पहुंचे विदेश मंत्री एस. जयशंकर

aapnugujarat

તાજમહલના સંરક્ષણને લઇ સુપ્રીમ લાલઘૂમ

aapnugujarat

કિસાન સ્કીમ મુદ્દે અખિલેશ, માયાવતીના મોદી પર પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1