દક્ષિણ આફ્રિકા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સને ઇએસપીએન ક્રિકઇન્ફો ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.
વાચકોની વોટિંગ અને જ્યૂરના નિર્ણય બાદ આ આઇપીએલ ઇલેવનમાં વિદેશી ખેલાડીના રૂપમાં વેસ્ટઇન્ડિઝના ત્રણ અને શ્રીલંકાના એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. આઇપીએલની આ ઇલેવનમાં ક્રિસ ગેઇલ, ડ્વેન બ્રાવો, સુનિલ નારાયણ અને મલિંગાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટીમનું સુકાન મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવ્યું છે. જો કે, એબી ડિવિલિયર્ને ટીમના બારમા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં સહેવાગને ઓપનર બેટસમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.જ્યારે તેના જોડીદારની ટક્કરમાં ક્રિસ ગેઇલને ડેવિડ વોર્નરને ૧ વોટથી પછાડ્યો છે. મધ્યક્રમમાં વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્માના કારણથી એબી ડિવિલિયર્સને જગ્યા મળી નથી.
ઓલરાઉન્ડરના સ્થાન માટે બ્રાવોએ શેન વોટસનને પાછળ મૂક્યો હતો. ઝડપી બોલર લસિત મલિંગા અને ભૂવનેશ્વર કુમાર નિર્વિવાદ પસંદ હતા. જ્યારે સ્પિનરોમાં રવિચંદ્રન અશ્વિનની સાથે સુનિલ નારાયણે બાજી મારી હતી.ક્રિકઇન્ફો ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવન આ પ્રમાણે છેઃ ક્રિસ ગેઇલ, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની(કપ્તાન), ડ્વેન બ્રાવો, સુનિલ નારાયણ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને લસિત મલિંગા.