Aapnu Gujarat
ગુજરાત

બોટાદના પાળીયાદથી બોગસ ડોક્ટર ઝડપાયો

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર તથા હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ નાઓએ બોટાદ જીલ્લામાં મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીસ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે સુચના અન્વયે રાજદીપસિંહ નકુમ સાહેબ, વિભાગીય પોલીસ અધિકારી બોટાદ વિભાગ, બોટાદનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.જે આધારે એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કર્મચારીઓએ દર્દીઓના જીવ જોખમમાં મુકી મેડીકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા સઘન ચેકીંગની કાર્યવાહી શરૂ કરેલ તે દરમિયાન પેરોલ ફર્લો સ્કોડ બોટાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે, સરવા ગામે નીચલા પ્લોટ વિસ્તારમાં અલ્પેશભાઇ વલ્લભભાઇ રંગપરા રહે.હાલ સરવા, નીચેનો પ્લોટ, મુળ ગામ, ગોરડકા તા.ગઢડા જી.બોટાદ પોતે ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી ક્લીનીક ચલાવી ક્લીનીકમાં દવાની ટીકડીઓ, બાટલાઓ,સીરીજ, નીડલ, સ્ટેથોસ્કોડ, ઓક્સીમીટર તથા સ્ફીગ્મોમેમો મીટર રાખી દર્દી ઓની સારવાર કરતો હોય જેથી પાળીયાદ સરકારી હોસ્પિટલના ડોક્ટર કાથડ સાથે રાખી પકડી મજકુર પાસે મેડીકલ પ્રેકટીસ કરવા માટેનુ કોઇ ડીગ્રી કે મેડીકલ સર્ટી હોય તો રજુ કરવા જણાવતા નહી હોવાનુ જણાવતા મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

केंद्र का गुजरात के प्रति हकारात्मक रवैया रहा है : जगदीश भावसार

aapnugujarat

રાજ્યની ૮ ન.પા.ને ૩.૫૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી

aapnugujarat

અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1