Aapnu Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક

૧૫ મી ઓગષ્ટ-૨૦૧૭ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હેલીપેડ ગ્રાઉન્ડ ઓ.એન.જી.સી. ટાઉનશીપ – અંકલેશ્વર ખાતે સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ અંગે આગોતરા આયોજન માટેની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જિલ્લાકક્ષાની યોજાનારી સ્વાતંત્ર્યપર્વની આ ઉજવણીમાં ધ્વજવંદન બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઅો ધ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો સહિતની વિવિધ કૃતિઅો તથા યોગાસન રજૂ કરવા, પોલીસ બેન્ડની મધૂર સુરાવલીઅો વચ્ચે પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ જવાનો, એન.સી.સી., એન.એસ.એસ.ના છાત્રોની પ્લાટૂનોની માર્ચ-પાસ્ટ પણ રજૂ કરવા જણાવાયું. સ્વાતંત્ર્ય સેનાનીઅો ઉપરાંત જિલ્લાના વિવિધ વિભાગોમાં જે તે ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઅો ઉપરાંત ખેલકૂદ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં રાજ્ય-રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રિયકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચનું ગૌરવ વધારનાર તેજસ્વી પ્રતિભાઅોનું પણ ઉપસ્થિત મુખ્યમહેમાનના હસ્તે પ્રશસ્તિપત્ર – ટ્રોફી એનાયત કરી બહુમાન કરાશે તે માટે સબંધિત વિભાગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. ધ્વજવંદન બાદ તાલુકાની વિવિધ કચેરીઓનું મુખ્ય મહેમાન ધ્વારા મુલાકાત લેવાશે ત્યારે કચેરીમાં રેકર્ડ સુવ્યવસ્થિત કરવા તથા સાફ-સફાઇ કરવા ખાસ સુચિત કરાયા હતા.

જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્યપર્વની આ ઉજવણી દરમિયાન વિવિધ સરકારી કચેરીઅો રોશનીથી ઝળહળે તથા સમાજના તમામ વર્ગો, સંગઠનો, જાહેર-સ્વૈચ્છિક સંસ્થાઅો અને પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા તે માટે જરૂરી આયોજન હાથ ધરવા સૂચના આપવામાં આવી.

બેઠકમાં જિલ્લા  વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અંકલેશ્વર તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો

aapnugujarat

ગુજરાતનાં ધારાસભ્યો સહિત પદાધિકારીના પગાર-ભથ્થામાં વધારો

aapnugujarat

चक्रवात ‘वायु’ के रास्ता बदलने के बावजूद हाई अलर्ट पर गुजरात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1