Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા પંચાયત અને તાલુકા હેલ્થ કચેરી કામરેજ દ્વારા ઉભેળ ખાતે ‘‘નેશનલ ડી વોર્મીગ ડે’’નો ઉદ્દધાટન સમારોહ યોજાયો

રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નેશનલ ડી વોર્મીગ ડેનો સુરત જિલ્લાકક્ષાનો ઉદ્દધાટન સમારોહ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.રાજેશ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેધા મહેતાની પ્રેરણા થકી કામરેજ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. મહેન્દ્રસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકાના ઉભેળ ખાતે જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જગુભાઈ પટેલના હસ્તે ઉદ્દધાટન થયું હતું.

આ પ્રસંગે શ્રી જગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો બાળકો તંદુરસ્ત થશે તો ભવિષ્યનો નાગરિક તંદુરસ્ત બનશે તેથી તમામ અધિકારી-કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાનો અનુરોધ કર્યો હતો. જગુભાઈ તથા તમામ મહાનુભાવોએ શાળાના બાળકોને અલ્બેન્ડાઝોલની ટેબલેટ ખવડાવી હતી.

રાજય સરકારના નેશનલ ડી વોર્મીગ ડે કાર્યક્રમના હેતુઓ વલણના મેડીકલ ઓફિસરશ્રી ડો.સુધીર સિંહાએ જણાવ્યા હતા. પ્રાસંગીક ઉદ્દબોધન ઉભેળના સરપંચશ્રી દર્શનકુમાર પટેલે કર્યું હતું. સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા આઈ.ઈ.સી. ઓફિસરશ્રી મુકેશભાઈ ભટ્ટે કર્યું હતું.

આ પ્રસંગે વલણ પ્રા.આ.કેન્દ્રના આર.બી.એસ.. કે.એમ.ઓ. ડો.હીનાબેન કયાડા અને આયુષ એમ.ઓ.શ્રી ડો.વિપુલ શિરોયા, તાલુકા હેલ્થ વિઝીટરશ્રીમતી ગંગાબેન રોહિત, શાળાના આચાર્યશ્રી મિલનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગોધરા LCB પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો.

editor

રૂપાણી સરકારને ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો

editor

ગોધરામાં સી.એ.ની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશી

editor

Leave a Comment

UA-96247877-1