Aapnu Gujarat
ગુજરાત

ગોધરા LCB પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો.

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આની સાથે પોલીસે સાપા રોડ પર આવેલી દૂકાનના ઓટલા પરથી સિમેન્ટ ભરેલી થેલીઓની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

   પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે ગુનાઓ બનતા અટકાવવા અને વણ ઉકેલ્યાગુનાઓ શોધવા જરૂરી સુચનાઓ આપેલી હતી.જેમા પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સલમાન અબ્દુલ, તેમજ સોયેબ ચાંદા,સોહેલ અબ્દુલ નાઓએ ભેગા મળીનેા સીમેન્ટની થેલીઓ કોઈ જગ્યાથી લાવીને કેપ્સૂલ ફેકટરી પાસે બનતા મકાનમા છુપાવી રાખી હતી.આથી એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા ૩૦ નંગ થેલીઓ સાથે બે ઈસમો સલમાન અબ્દુલ,સોયેબ ફારૂક ચાંદા,ને પકડી થેલીઓ બાબતે આધાર પુરાવા માંગતા નહી હોવાથી શંકાસ્પદ હાલતમા કબજે લેવામા આવી હતી.આથી તેમની પુછપરછ કરતા આરોપી ઈસમોએ જણાવ્યુ હતુ કે” સાંપા રોડ પર આવેલા એક દૂકાનના ઓટલા પર સીમેન્ટની થેલીઓ ગાડીમા ભરીને ચોરી લાવ્યા હતા.વધુ પુછપરછમા ઉપરોકત આરોપીઓ તથા રમીઝ રમઝાની મીઠા તથા સોહેલ અબ્દુલએ રાત્રીના સમયે બામરોલી રોડ પરની સોસાયટીના મકાન આગળ મુકેલી સ્વીફટ કાર ચોરી  કરી હોવાની કબુલાત કરી હતી.શહેરના એ ડીવીઝીન પોલીસ મથક વિસ્તારમા થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો છે

Related posts

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

editor

રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઇ

aapnugujarat

विधानसभा चुनाव में भाजपा की करारी हार होगी : अहमद पटेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1