Aapnu Gujarat
ગુજરાત

તાઉ’તે વાવાઝોડા સમયે ધંધુકાની સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે,અચાનક આવી પડેલી કુદરતી આફત એટલે તાઉ-તે વાવાઝોડું.  ૧૭ અને ૧૮ મે  બે દિવસ સુધી વાવાઝોડાની તીવ્ર અસર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામા જોવા મળી હતી.  જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધંધુકા શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૧૩૮૯ જેટલા અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને સલામત જગ્યાએ રહેવા – જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી.ધંધુકા ખાતે ૩ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. જેમાં ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ, સોસાયટી પ્રાથમિક શાળા, અને કુમાર શાળામાં ૩૦૩ લોકોને શીફ્ટ કરવામાં આવ્યા હતા.

શેલ્ટર હોમમાં રાખાયેલ લોકો માટે ધંધુકાની જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફ્થી બંને દિવસ સુધી જમવાનું બનાવીને આપવામાં આવ્યું હતું. તથા ધંધુકા રેલ્વે સ્ટેશન પર કામ કરતા ૯૦ જેટલા શ્રમિકો માટે નજીકમા આવેલી સથવારા સોસાયટીના યુવા ગૃપના યુવાનો, સ્થાનિક દુકાનદારો  તરફથી સુકો નાસ્તો, પાણી,અને જમવાની સગવડતાઓ ઉભી કરવામાં આવી હતી. તમામ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા ધંધુકા મામલતદાર કચેરી તરફથી પુરી પાડવામાં આવી હતી.ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમા રહેલા અસરગ્રસ્તો માટે સરપંચ અને તલાટી તરફથી રહેવા સાથે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.        

Related posts

एसवीपी अस्पताल की पीओपी की छत टूट गई

aapnugujarat

ગુજરાત સરકાર ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પર્જન્ય યજ્ઞ કરાવશે

aapnugujarat

જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1