Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો

ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૭ ટકાનો વધારો જાહેર કર્યો છે.
સાતમા પગારપંચના કર્મચારીઓને ૩ ટકાનો વધારો અપાશે. ૧ જુલાઈ, ૨૦૨૧ ની અસરથી આપવાનો સ્તુત્ય ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારના આ ર્નિણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું ૧૦ માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે તફાવતની રકમનો પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજાે હપ્તો જૂન-૨૦૨૨ ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૩ ટકાનો વધારો તારીખ ૧ જુલાઈ, ૨૦૨૧ ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.આ ર્નિણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ ૧ જુલાી, ૨૦૨૧ ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો ર્નિણય કર્યો છે. તદુપરાંત પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજાે હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે. ર્નિણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ જુલાઈ ૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો ર્નિણય કર્યો છે.

Related posts

દાહોદ ભાજપ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ પૌષ્ટિક આહાર આપવામાં આવશે. 3 માસ સુધી બાળકનું મેડિકલ કરાવી ધ્યાન રાખી સૂપોષીત કરાશે

aapnugujarat

अंबाजी, चोटिला सहित के यात्राधाम में भक्तों की भीड़

aapnugujarat

जीवराजब्रिज पर स्वीफट कार की टक्कर से एक्टिवा चालक की मौत हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1