Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાઉડસ્પીકરનો ઉપયોગ જાે ઉશ્કેરવા માટે થાય છે તો કાર્યવાહી થવી જાેઇએ : કમલનાથ

લાઉડસ્પીકરના મુદ્દા પર દેશમાં રાજકીય ધમાસાન મચેલ છે આ મુદ્દા પર મચેલ રાજકીય ધમાસાન વચ્ચે હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું નિવેદન સામે આવ્યુું છે.કમલનાથે કહ્યું છે કે લાઉડસ્પીકર એક ખાનગી મામલો છે તેને મુદ્દો બનાવવો ઠીક નથી જાે કે તેમણે એ પણ કહ્યું કે લાઉડસ્પીકરથી લોકોની ભાવના જાેડાયેલી છે પરંતુ જાે લાઉડસ્પીકરનો ઉપયોગ ઉશ્કેરવા માટે થાય તો તેના પર કાર્યવાહી જરૂર થવી જાેઇએ.કમલનાથે કહ્યું કે લાઉડસ્પીકરનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે પરંતુ તેનો દુરૂપયોગ ન થાય તેમણે સત્તાધારી ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે પોતાના સંગઠનની ચિંતા કરે કોંગ્રેસના સંગઠનની ચિંતા છોડી દે કમલનાથે કહ્યું કે આજે સમગ્ર પ્રદેશ વીજળી અને કોલસા સંકટથી પરેશાન ચાલી રહ્યું છે વિજળી સંકટથી આજે કિસાન વેપારી અને છાત્ર પરેશાન છે.તેમણે કહ્યું કે આ બધાની પાછળ બે વર્ષના ભ્રષ્ટ્રાચારનું પરિણામ છે આજે શિવરાજ સરકારમાં ભ્રષ્ટ્રાચાર વિના કમિશન વિનિા કોઇ સોદો થતો નથી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર વિજળી સંકટ કોલસા સંકટને મજાકમાં લઇ રહી હતી તેમણે કહ્યું કે ભાજપ સરકાર હંમેશા જ કોલસા સંકટ અને વિજળી સંકટનો ઇન્કાર કરતી રહી છે આ સ્થિતિ આજે અચાનક ઉભી થઇ નથી ગત બે ત્રણ મહીનાથી આ સંકટ જાેવા મળી રહ્યું હતું આ કોઇ અચાનકથી પુર કે ભૂકંપ સમાન આવ્યું નથી તેમણે કહ્યું કે ભાજપ સરકારે જે રીતે કોરોનાનો સામનો કરવા માટે કોઇ યોજના ન કરી તેવી જ જ રીતે વિજળી સંકટ કોલસા સંકટનો સામનો કરવા માટે પણ કોઇ યોજના કરી નથી
તેમણે વિરોધ પક્ષના નેતા પદને લઇ કહ્યું કે તેને છોડવા માટે બે મહીના પહેલા જ નેતૃત્વથી વિનંતી કરી હતી ખુદ જ ગોવિંદ સિંહનું નામ આ પદ માટે પ્રસ્તાવિત કર્યું હતું મારા ઉપર બેવડી જવાબદારી હતી મારે ચુંટણીને લઇને પણ તૈયારી કરવાની છે આથી આ પદને છોડવા ઇચ્છતો હતો તેમણે કહ્યું કે આથી ઇચ્છતો હોત કો આ જવાબદારી કોઇ અન્યને આપવામાં આવે જેથી પોતાનું સમગ્ર ધ્યાન ચુંટણીની તૈયારીઓ પર કેન્દ્રીત કરી શકું કમલનાથે કહ્યું કે મિશન ૨૩ માટે કોંગ્રેસ પુરી રીતે તૈયારક છે દરેક નેતાથી કોંગ્રેસને મજબુતી મળે છે.

Related posts

ત્રાસવાદે દુનિયાની માનવતાવાદી શક્તિઓને પડકાર ફેંક્યો : મોદી

aapnugujarat

२०१९ के चुनाव के लिए उत्तर प्रदेश में बीजेपी की तैयारी शुरु

aapnugujarat

लोकसभा चुनाव में नहीं चला ७२ हजार, भारी पड़ा चौकीदार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1