Aapnu Gujarat
National

બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાંડિઝ સામે ઈડી દ્વારા કરવામાં આવી કાર્યવાહી, અભિનેત્રીની સંપત્તિ જપ્ત કરવામાં આવી

બોલિવૂડની સુંદર અદાકારા અેવી અભિનેત્રી જેકલીન ફર્નાંડીઝ વિરુદ્ધ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા જેકનીલ ફર્નાંડિઝે સંપત્તિ જપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ ઈડી દ્વારા અભિનેત્રી જેકલીન ફર્નાંડીઝની 7.27 કરોડની સપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડી એ અભિનેત્રી વિરુદ્ધ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

બળજબરીથી વસુલીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જેકલીન અત્યારે મોટી મુસીબતમાં ફસતી જઈ રહી છે. ઈડી આ સિવાય પણ જેકલિન સામે કાર્યવાહી કરી શકે છે.

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે બળજબરીથી વસૂલેલી કિંતમાં જેકલીનને 5.71 કરોડની ગિફ્ટ આપી હતી. જેકલીનના ફેમિલી મેમ્બરર્સને પણ મોટી ગિફ્ટ્સ આપી હતી. પરીવારના લોકોને પણ કાર, મોંઘી ગિફ્ટ્સ, જેમાં 1.32 કરોડ અને 15 લાખના ફંડ્સ પણ સામેલ છે. ખાસ કરીને ઈડીની રડારમાં ઘણા સમયથી અભિનેત્રી જેકલીન ફર્નાડિઝ છે જ્યાંરથી ઠગ સુકેતના સંપર્કમાં અભિનેત્રી આવી છે ત્યારથી જેકલીનનું નામ વિવાદોમાં આવતું રહ્યું છે.

સુકેસે દિલ્હીની જેલમાં રહીને 215 કરોડ રુપિયા ઠગ્યા હતા. આ જબજસ્તી ખોટી રીતે વસુલેલા પૈસામાંથી સુકેશ જેકલીનને ગિફ્ટ્સ આપતો રહ્યો હતો. જેમાં 52 લાખનો ઘોડો પણ આપ્યો હતો. જેથી આ મામલે ઈડીએ જેકલીન વિરુદ્ધ પણ કાર્યવાહી કરી જબજસ્તી વસુલેલા પૈસામાંથી સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

Related posts

કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિ તૈયાર કરી શકે છે પ્રશાંત કિશોર

editor

મમતા બેનર્જીનો આક્ષેપ : ચૂંટણીપંચ અમિત શાહ જ ચલાવે છે

editor

દિલ્હીથી ઉત્તરાખંડ જતી શતાબ્દી એક્સપ્રેસ ૩૫ કિલોમીટર સુધી દોડી ઉંધી

editor

Leave a Comment

UA-96247877-1