Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ વચ્ચે બે વિશેષ ટ્રેનો દોડશે

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ ટ્રેનો ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અગાઉ COVID-19 પરિસ્થિતિના પગલે મુસાફરોની માંગના અભાવે રદ કરાઈ હતી, જે આગામી તા .12 જૂન, 2021 થી અમલી બનશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
 ટ્રેન નંબર 09528 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09528 ભાવનગર – સુરેન્દ્રનગર ડેલી સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 05:00 કલાકે ઉપડશે અને દરરોજ 9:00 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે, જેની અસર તા .12 જૂન, 2021 થી આગળની સૂચના સુધી રહેશે.
 ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગર – ભાવનગર દૈનિક સ્પેશિયલ સુરેન્દ્રનગરથી સવારે 9.40 કલાકે ઉપડશે અને દરરોજ 13:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.
 ટ્રેન નં. 09573 રાજકોટ-પોરબંદર દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09573 રાજકોટ – પોરબંદર દૈનિક સ્પેશિયલ રોજ સવારે 07.00 કલાકે રાજકોટથી ઉપડશે અને તે જ દિવસે 11.35 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન આગામી 12 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.
 ટ્રેન નં. 09574 પોરબંદર-રાજકોટ દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09574 પોરબંદર – રાજકોટ દૈનિક સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 14.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.40 કલાકે રાજકોટ આવશે. આ ટ્રેન આગામી 12 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.
ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in
વેબસાઇટની મુલાકાત લઈ શકશે.

Related posts

રસ્તાને થર્મોપ્લાસ્ટથી પેઈન્ટની ત્રણ દરખાસ્તોને મંજુરી મળશે

aapnugujarat

વડાપ્રધાન ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

aapnugujarat

હાલોલથી રામ જન્મભૂમિ માટે જળ અને માટી મોકલાઈ

editor

Leave a Comment

UA-96247877-1