Aapnu Gujarat
ગુજરાત

હાલોલથી રામ જન્મભૂમિ માટે જળ અને માટી મોકલાઈ

રામજન્મ ભુમિ ગણાતી અયોધ્યા નવનિર્મિત ભવ્ય રામમંદિરનુ ખાતમુર્હુત થવાનું છે. રામ મંદિર બને તેવી દેશના કરોડો હિન્દુઓની આસ્થા પુરી થવા જઈ રહી છે. હિન્દુવાદી સંગઠનો પણ ફૂલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે ીકંઈક આપવા ઇચ્છા દર્શાવી હતી તેના ભાગરુપે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશની તમામ જગ્યાએ આવેલા ધાર્મિક સ્થળનું પવિત્ર જળ અને માટી અયોધ્યા મંદિરના નિર્માણકાર્યના ઉપયોગમાં મોકલવાનુ આયોજન કર્યું હતું જેના જેના ભાગરુપે પંચમહાલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હાલોલ તાલુકાના ધાર્મિક સ્થાનો કંજરી રામજી મંદિર, સુપ્રસિધ્ધ પાવાગઢ મહાકાલી મંદિર તથા તાજપુરા નારાયણ ધામની પવિત્ર જળ માટી પૂજાવિધિ એકત્રિત કરીને અને અયોધ્યા ખાતે જ્યા રામમંદિર બનવાનું છે ત્યાં મોકલવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઉચી (સરદાર વલ્લભભાઇ પટેલ) સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવામાં આવ્યું ત્યારે દેશભરના ગ્રામીણ વિસ્તારમાથી લોખંડ તેમજ માટી ખેડૂતો દ્વારા મોકલવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

હેલમેટ ન પહેર્યું તો ૧૦૦નો દંડ : પોલીસે ઝુંબેશ શરૂ કરી

aapnugujarat

રાજ્યમાં ૧૫ વર્ષ જૂનાં ૨૩ લાખ વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવાં જ પડશે

aapnugujarat

વિદ્યાર્થીનીને ઉઠબેસ કરાવવા મામલે લલીતા ગ્રીન લોન સ્કૂલના ટ્રસ્ટી વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1