Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૧૫ વર્ષ જૂનાં ૨૩ લાખ વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવાં જ પડશે

રાજ્ય સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા વિહિકલ સ્ક્રેપિંગ પોલિસીનો અમલ શરૂ કર્યો છે. આ તરફ એસટી બસ સહિત ૧૫ વર્ષથી જૂનાં તમામ સરકારી વાહનોની ફિટનેસની પણ ફરજિયાત ચકાસણી કરાશે અને ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરનાર એસટી બસ સહિતનાં અન્ય વાહનોને સ્ક્રેપમાં મોકલી દેવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રો અનુસાર ૧૫ વર્ષ જૂનાં ખાનગી વાહનોને સ્ક્રેપ કરવાનું હજુ ફરજિયાત કરાયું નથી, પરંતુ વિહિકલ સ્ક્રેપિંગ પોલિસીમાં ૧૫ વર્ષ જૂનાં વાહનોના ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ૨૩ લાખ વાહનો ૧૫ વર્ષ કે તેથી વધુ જૂનાં છે અને તેમના ફિટનેસ ટેસ્ટ કરાવવાનું હવે ફરજિયાત થયું છે. હાલ રાજ્યમાં ફિટનેસ ટેસ્ટ માટે માત્ર ત્રણ સેન્ટર કાર્યરત છે, પરંતુ સરકાર દ્વારા નવાં ૨૦૪ સેન્ટરને પ્રાથમિક મંજૂરી અપાઈ છે. આગામી માર્ચના અંત સુધીમાં આ તમામ ફિટનેસ સેન્ટર કાર્યરત થઈ જશે, જેથી ૧૫ વર્ષ જૂનાં વાહનોના ફિટનેસ ટેસ્ટ કરવાની કામગીરી ઝડપી બની શકશે.
ફિટનેસ સેન્ટર અને વિહિકલ સ્ક્રેપિંગ સેન્ટરની મંજૂરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવાઈ છે, જેના મારફતે રાજ્યમાં ફિટનેસ સેન્ટરને મંજૂરી અપાઈ હતી. કેન્દ્ર દ્વારા ૧૩ ઓગસ્ટ,૨૦૨૧ ના રોજ વિહિકલ સ્ક્રેપિંગ પોલિસી અમલી બનાવાઈ હતી. આ પોલિસીના અમલથી પ્રદૂષણ ઘટશે અને જૂનાં વાહનોના કારણે સર્જાતા અકસ્માતો પણ ઘટશે.
મહત્વનું છે કે, સ્ક્રેપિંગ પોલિસીની મર્યાદામાં ૨૦ વર્ષથી જૂનાં લગભગ ૫૧ લાખ લાઈટ મોટર વિહિકલ અને ૧૫ વર્ષથી જૂનાં અન્ય ૩૪ લાખ વાહનો આવશે. આ અંતર્ગત ૧૫ લાખ મધ્યમ અને ભારે મોટર વાહનો પણ આવશે, જે ૧૫ વર્ષથી વધુ જૂનાં છે અને હાલમાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી. નવી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ નવું વાહન ખરીદવા પર ૩ વર્ષ સુધી રોડ ટેક્સમાં ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવું વાહન ખરીદતી વખતે સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવવા પર ૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે. કારને સ્ક્રેપ કરવા પર કિંમતના ૫ ટકા માલિકને આપવામાં આવશે. આ સાથે નવા વાહનની નોંધણી સમયે નોંધણી ફી માફ કરવામાં આવશે.
જૂની કાર આપવાના બદલામાં ગ્રાહકને ડિપોઝિટનું પ્રમાણપત્ર મળશે, જે નવું વાહન ખરીદતી વખતે લાભ અપાશે. વપરાયેલા વાહનની સ્ક્રેપ વેલ્યૂ ગ્રાહકને મળશે, જે નવા વાહનની એક્સ શો-રૂમ કિંમતના પાંચ ટકા જેટલી હશે. ઓટો કંપનીઓ જૂનું વાહન સ્ક્રેપ કરવાના ડિપોઝિટના પ્રમાણપત્રના બદલામાં નવું વાહન ખરીદતી વખતે એક્સ શો-રૂમ કિંમતના ૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.સરકારે વાહન સ્ક્રેપિંગ પોલિસીને સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ નામ આપ્યું છે. જો કોઈ વ્યક્તિનું વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેણે પોતાનું વાહન દેશભરમાં રજિસ્ટર્ડ સ્ક્રેપ સુવિધાઓમાં જમા કરાવવું પડશે.

Related posts

અમદાવાદ શહેર-જિલ્લા માટે ૩૪૨ ઉમેદવારના ફોર્મ મંજુર

aapnugujarat

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

aapnugujarat

વઢવાણમાં પોષણ માસ અંતર્ગત રસીકરણ જનજાગૃતિ શિબિર યોજી

editor

Leave a Comment

UA-96247877-1