Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટરનેશનલ આઇફોનના કૌભાંડનો પર્દાફાશ કર્યો

છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદ સાયરબ ક્રાઇમ બ્રાન્ચ એક ભેજાબાજ ટોળકીની મોડસ ઓપરેન્ડીનું ટેક્નિકલ એનાલિસિસ કરી રહી હતી. આ ટોળકી આઇફોનના આઇક્લાઉડ આઇડી અને પાસવર્ડ ચોક્કસ સોફ્ટવેરથી બદલીને તેને ઓછી કિંમતે બજારમાં વેચતી હતી. ત્યારે પોલીસને આ કિસ્સાની જાણ થતા આ ગેંગના કોઈ વ્યક્તિને પકડવા માટે પ્રયાસ ચાલુ કર્યા હતા. ત્યારે પોલીસે આ મામલે નવસારીમાં ચિકનની દુકાન ચલાવતા અને પાર્ટ ટાઇમમાં ગુનાહિત કામ કરતા મોહસિનખાન મન્સૂરીની ધરપકડ કરી છે.આ ક્રાઇમની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો, કોઈ સોફ્ટવેર દ્વારા મોબાઇલ માલિકના નંબર મેળવી તેમના નંબર પર ખોવાયેલો મોબાઇલ મળી આવ્યો હોવાનો મેસેજ કરવામાં આવતો હતો. તે મેસેજમાં એક ફિશિંગ લિન્ક પણ મોકલવામાં આવતી હતી. તે લિન્ક ઓપન કરતાં મોબાઇલનું લોકેશન માત્ર બે મિનિટ માટે બતાવવામાં આવતું હતું. પરંતુ તે ખોટું લોકેશન હોય છે. ત્યારબાદ લોકેશન ઓપન કરવા માટે માલિક પાસેથી આઇડી પાસવર્ડ માંગવામાં આવતો હતો. ત્યારબાદ આ લોકેશન ખૂલે છે અને પછી બંધ થઈ જાય છે. આરોપી પાસવર્ડ અને આઇડીથી મોબાઇલને ઓપન કરવામાં સફળ થઈ જાય છે. મોબાઇલ ખૂલતાં જ તેને ફોર્મેટ કરી દેવામાં આવે છે અને માર્કેટમાં સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે. મોંઘાદાટ ફોનનું વિદેશમાં સ્મગલિંગ થતું હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આરોપીઓ માલિકના ફોનમાં એક ચોક્કસ સોફ્ટવેરથી લિન્ક મોકલે છે અને ત્યારબાદ તેના પર ક્લિક કરતાં મોબાઇલ માલિકની સ્ક્રિનમાં એક વિન્ડો ઓપન થાય છે. તેમાં વ્યક્તિએ આઇફોનના આઇ ક્લાઉડ આઇડી અને પાસવર્ડ નાંખવાના હોય છે. ત્યારબાદ એક મિનિટ માટે લોકેશન જોવા મળે છે અને તેટલી વારમાં ટોળકી જેનો મોબાઇલ ચોરાયો હોય તે વ્યક્તિનો આઇડી-પાસવર્ડ બદલી નાંખે છે.
પોલીસને આશંકા છે કે, આવા આઈફોન મોટેભાગે બાંગ્લાદેશ જેવા નાના ટાપુવાળા દેશોમાં વેચવામાં આવતા હોઇ શકે છે અને તે જ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સાયબર પોલીસે ફિશિંગ લિન્કનું ડોમેઇન તપાસતા તે ખોટું હોવાનું પણ સામે આવ્યું અને ૈર્રહીને અનલોક કરી વેચવાના વેપલાનો ઘટસ્ફોટ થયો છે.
આ કામ કરવા માટે એક ચોક્કસ ગેંગ છે કે જે ખાસ કરીને કેફે, ફાઇવસ્ટાર હોટેલ કે મોટી જગ્યા જ્યાં હાઇપ્રોફાઇલ લોકોની અવરજવર હોય ત્યાંથી આઇફોનની ચોરી કરે છે. આ ફોન ચોરી થયા બાદ તેનું લોકેશન ન મળતા પોલીસ નંબરને ટ્રેસિંગમાં મૂકે છે અને મોટેભાગે લોકેશન પશ્ચિમ બંગાળ આવતું હોય છે અને ત્યારબાદ ફોન ડિ-એક્ટિવ થઈ જતો હોય છે. આ વાતને લઈને પોલીસને ફોનનું સ્મગલિંગ કરવામાં આવતું હોય તેવી આશંકાને આધારે આખું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ત્યારે આ ગેંગમાં વધુ લોકો હોવાની આશંકા સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

केवडिया को कोरोना फ्री बनाने का अभियान जारी

editor

કડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1