Aapnu Gujarat
ગુજરાત

કડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

કડી નગરપાલિકા વિસ્તારમાં ગોપાલ લાલજી હવેલીની બાજુમાં આવેલ રાવળવાસ, શેફાલી સર્કલ પાસે આવેલ શાક માર્કેટના દરવાજા પાસે, બાલાપીર સર્કલ પાસે એસ.વી.સંકુલની પાછળ પાણી ભરાવાથી ગંદકીના ઢગ જોવા મળે છે. કડી પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હોવા છતાં ઠેર ઠેર ગંદકીનાં ઢગ જોવા મળતા સરકાર દ્વારા આપવામાં આવેલ રેન્કિંગમાં કાચુ કાપવામાં આવેલ હોવાનું લોકોનું માનવું છે.
વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અંગેના નિર્દેશો કડી પાલિકાના સત્તાધીશો ઘોળી ને પી ગયા હોય એવું લાગે છે. મહેસાણા જિલ્લાની કડીની પાલિકા દરેક ક્ષેત્રમાં અગ્રેસર હોવાનો દાવો કરે છે. થોડા સમય પહેલાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં કડી પાલિકાને શ્રેષ્ઠ સ્થાન મળ્યું હતું. કડીનાં મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળે છે તથા કચરો ઉપાડવા જે સાધન જાય છે તેના દરવાજા પણ બંધ કરવાની જહેમત ચાલક લેતા ના હોવાથી કચરા પેટીમાંથી ઉપાડેલો કચરો રોડ ઉપર અસ્તવ્યસ્ત પડતો રહે છે.
કડી શહેરમાં થોડા સમયથી રોગચાળા વકર્યો છે અને શહેરના દરેક દવાખાનાઓ દર્દીઓ થી ઉભરાયી રહ્યા છે ત્યારે પાલિકાને ગંદકી દૂર કરવાનો સચોટ ઉપાય મળતો નથી. શહેરના દરેક વિસ્તારોમાં કચરો ઉપાડવાની પ્રક્રિયા રોજ કરવાની નગરપાલિકાની સૂચના હોવા છતાં અમુક કોન્ટ્રાક્ટરો અને સુપરવાઇઝરો દ્વારા પોતાની મનમરજીથી બે થી ત્રણ દિવસે કચરો લેવા આવતા હોય છે જેથી લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી જાય છે એવું એક સ્થાનિકે નામ ના આપવાની શરત ઉપર જણાવ્યું હતું. શહેરમાં ગંદકીનાં લીધે લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે ત્યારે પાલિકાના સત્તાધીશો કચરો ઉપાડનાર કોન્ટ્રકટર તથા તેના માણસોને ક્યારે સબક શીખવાડશે તે જોવાનું રહ્યું.
કચરો ઉપાડનાર કોન્ટ્રાકટરોમાં પાલિકાના અમુક અધિકારીઓ તથા સત્તાધીશોનો ભાગ હોવાનું લોકોમાં ચર્ચાયી રહ્યું છે જેથી પાલિકાના અધિકારીઓએ કે સત્તાધીશો કચરો ઉઠાવનાર કોન્ટ્રાકટર ને કશું કહી શકતા નથી. લોકોનું માનવું છે પાલિકાના કોર્પોરેટરો ખાલી મત માંગવા જ વિસ્તારમાં આવે છે ત્યારે બાદ કોઈ સમસ્યા માટે તેમને જણાવવામાં આવે છે ત્યારે તેઓ તેમના મત વિસ્તારમાં જોવા પણ આવતા નથી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ચાર માસથી પ્રોહીનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

editor

कोरोना टेस्ट के लिए अब डॉक्टर की सिफारिश या प्रिस्क्रिप्शन की जरूरत नहीं

editor

અમદાવાદમાં ગરમી વધતાં યલો એલર્ટ જાહેર કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1