Aapnu Gujarat
ગુજરાત

ડીસામાં નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ તેમજ નાઈ સમાજ સેવા સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ અને નાઈ સમાજ સેવા સંધ દ્વારા રકતદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ રક્તદાન શિબિર ખુલ્લી મુકાઈ હતી. પધારેલ મહેમાનોનું શાલ અને ફૂલમાળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ શિબિરમાં ૧૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પા માળી, નાઈસમાજ યુવક મંડળના પ્રમુખ વાહજીભાઈ નાઈ, નાઈ રમેશભાઈ પત્રકાર, નાઈ પોચાભાઈ ખેટવા , નાઈ દલપતભાઈ , સેવંતીભાઈ નાઈ, પ્રવિણભાઈ નાઈ નગરપાલિકા સદસ્ય તેમજ આજુબાજુનાં ગામડાંમાંથી વડીલો, યુવાનો અને ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
(તસ્વીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

aapnugujarat

मोदी की गुजरात दौरे को लेकर तैयारियां

aapnugujarat

गुजरात में 1.51 लाख कोरोना संक्रमित

editor

Leave a Comment

UA-96247877-1