Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેર-જિલ્લા માટે ૩૪૨ ઉમેદવારના ફોર્મ મંજુર

રાજય વિધાનસભાની આગામી ૧૪ મી ડિસેમ્બરના રોજ યોજાનારી બીજા તબકકાની ચૂંટણી જંગ માટે અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો માટે ભરવામા આવેલા ઉમેદવારી પત્રો પૈકી કુલ ૩૪૨ ઉમેદવારોના ફોર્મ મંજુર કરવામા આવ્યા છે.જ્યારે ૧૨૫ ઉમેદવારોના ફોર્મ ટેકનીકલ કારણોસર રદ કરવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,આ વર્ષે રાજયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબકકામા યોજાવા જઈ રહી છે.તેમા અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ મળીને ૨૧ બેઠકો માટે કુલ મળીને ૪૬૭ જેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામા આવ્યા હતા.રાજયમાં બીજા તબકકામા આગામી ૧૪ ડિસેમ્બરના રોજ અમદાવાદની તમામ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે. અમદાવાદ એ રાજયમા સત્તા મેળવવા માટેનુ એપી સેન્ટર માનવામા આવતુ હોય છે આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની વિવિધ બેઠકો ઉપરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ નકકી કરવામાં બંને પક્ષો દ્વારા છેક છેલ્લી ઘડી સુધી ભારે સસપેન્સ રાખવામા આવ્યુ હતુ.ગઈકાલે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો આ સમયે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિવિધ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી પુરી કરવામા આવી હતી.
બીજી તરફ આજે ઉમેદવારી પત્ર ચકાસણી હાથ ધરવામા આવી હતી.આ દરમિયાન અમદાવાદની તમામ બેઠકો માટે ભરવામા આવેલા કુલ ૪૬૭ ફોર્મની ચકાસણી ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામા આવી હતી.જે દરમિયાન કુલ ૩૪૨ ફોર્મ મંજુર કરવામા આવ્યા છે જ્યારે ૧૨૫ ઉમેદવારોના ફોર્મ ભૂલ કે અન્ય કારણોસર રદ કરવામા આવ્યા છે.

Related posts

કમલમ ખાતે ભાજપ અનુ.જાતિ. મોર્ચાની આગામી કાર્યક્રમોની ચર્ચા માટે બેઠક

editor

રોડ પેચવર્ક કામમાં સિંગલ ટેન્ડરથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં દરખાસ્ત રજુ થઈ

aapnugujarat

મુખ્યમંત્રીની સેના તૈયાર,24 મંત્રીઓએ શપથ લીધા

editor

Leave a Comment

UA-96247877-1