Aapnu Gujarat
ગુજરાત

રોડ પેચવર્ક કામમાં સિંગલ ટેન્ડરથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં દરખાસ્ત રજુ થઈ

શહેરમાં પડેલા ૩.૫ ઈંચ વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયુ છે બીજી તરફ હજુ ગત સપ્તાહે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો દ્વારા રોડના કામો પહેલા ટેન્ડર સ્ક્રુટીની કમિટી સમક્ષ મુકી મંજુરી મેળવ્યા બાદ જ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી સમક્ષ મુકવાની સંમતિ પછી પણ રોડ પેચવર્કના કામો સિંગલ ટેન્ડરથી આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવતા આ મામલે ઉગ્ર વિવાદ સર્જાવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,૨૮ જુનના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી.આ બેઠકમાં શહેરના રોડના કામોમાં આચરવામાં આવતી ગેરરીતી મામલે વિપક્ષ કોંગ્રેસની સાથે શાસક ભાજપના કોર્પોરેટરો દ્વારા પણ ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો.શહેરના પૂર્વ મેયર અમિત શાહે મેયરને ત્યાં સુધી રજુઆત કરી હતી કે,પહેલા રોડ અંગેના દરેક કામો ટેન્ડર સ્ક્રુટીની કમિટી સમક્ષ રજુ કરવામાં આવતા હતા તેની મંજુરી મળ્યા બાદ જ રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવતા હતા.આ સમયે મેયરે આ બાબતમાં બંને પક્ષ વતીથી આ પ્રક્રીયા માટે મંજુરી આપી હતી.આમ છતાં આજરોજ મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠક સમક્ષ નવા પશ્ચિમઝોનમાં રોડ પેચવર્ક માટેના ત્રણ રોડ માટે એક જ કોન્ટ્રાકટરને સિંગલ ટેન્ડરથી કામગીરી સોંપવાની દરખાસ્ત રજુ કરવામાં આવતા આ દરખાસ્તો વિવાદાસ્પદ બનવા પામી હતી. બોડકદેવ, થલતેજ, વેજલપુર, જોધપુર અને સરખેજ વોર્ડના ત્રણ રોડના કામ માટે ત્રણ ટેન્ડર એક સરખા ભાવથી એક જ કોન્ટ્રાકટરને પધરાવવાની આ દરખાસ્તોથી ફરીથી વિવાદનો મધપુડો છેડાયો છે.તંત્રની દલીલ મુજબ કોન્ટ્રાકટરે અંદાજિત રકમથી ૬.૭૪ ટકા ઓછા ભાવ ભર્યા હોઈ આ કામગીરી તેને સોંપવા દરખાસ્ત મુકવામાં આવી છે.પરંતુ આ મામલે પણ મ્યુનિ.બોર્ડની બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી.કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષીએ અંદાજ જ ખોટા મુકવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.તે સમયે મેયરે કમિશનર મુકેશ કુમારને અંદાજ એક સરખા રાખવાની સિસ્ટમ ગોઠવવા સુચના આપી હતી.એક તરફ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે તેવા સમયે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ રોડ રિસરફેસીંગના કરોડો રૂપિયાની દરખાસ્તોથી વિવાદ વકર્યો છે.શહેરના બોડકદેવ વોર્ડમાં વિવેકાનંદ ચોકથી ખોડિયાર મંદિર સુધીના રીસરફેસીંગ માટે અંદાજિત ભાવથી ૬.૩૦ ટકા વધુ ભાવના ,જુહાપુરા સર્કલથી એસજી હાઈવે સર્કલ સુધીના રોડ માટે ૩.૮૭ કરોડના ટેન્ડરને તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

Related posts

માણસામાંથી મળ્યું નકલી બિયારણ

aapnugujarat

रोड पेचवर्क काम में सिंगल नीविदा के प्रस्ताव से विवाद

aapnugujarat

बारिश खींचने से सीएम रुपाणी की हाईपावर कमिटी बैठक हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1