Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીએ એચ-૧બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો જ નથી : રાહુલ

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી નબળા વડાપ્રધાન તરીકે ગણાવ્યા હતા. ભારતીય વહીવટવાળા કાશ્મીર તરીકે કાશ્મીરનો ઉલ્લેખ કરવાના અમેરિકાના નિવેદનને સ્વીકારવા બદલ મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા. સાથે સાથે એચ-વનબી વિઝાના મુદ્દાને જોરદારરીતે ન ઉઠાવવા બદલ પણ મોદીની ઝાટકણી કાઢી હતી. ૨૬મી જૂનના દિવસે તેમના નિવેદનમાં હિઝબુલ મુઝાહીદ્દીનના આતંકવાદી સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરતી વેળા અમેરિકાએ ઉત્તરીય રાજ્યને ઇન્ડિયન એડમિનિસ્ટર્ડ જમ્મુ કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકારે ગયા ગુરુવારના દિવસે આ પ્રકારના અમેરિકાના શબ્દોનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, સલાઉદ્દીન આતંકવાદી ગતિવિધિમાં સામેલ છે તે વાત અમેરિકાએ કબૂલી લીધી છે. રાહુલ ગાંધી હાલમાં જ વિદેશ યાત્રાથી પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ સ્વદેશ પરત ફર્યા બાદથી એક પછી એક મુદ્દા ઉઠાવ્યા છે. મંત્રાલયનું કહેવું છે કે, ૨૦૧૦-૧૩ના ગાળા દરમિયાન યર્લી રિપોર્ટ ઓન ટેરર ઇન્ક્લુડીંગ ૨૦૧૦-૧૩માં આ મુજબની બાબતનો ઉલ્લેખ કર્યો છે. ભારતે હમેશા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે. ભારતનું આ વલણ જાણિતુ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ૧૮ દિવસના વિદેશી વેકેશન બાદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી શનિવારના દિવસે પરત ફર્યા હતા. રાહુલ ગાંધી હવે ખેડૂતોની તકલીફોને લઇને આક્રમક આંદોલન શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ખેડૂતોના વિષયને ઉઠાવવા માટે રાહુલ ગાંધી સંપૂર્ણ પણે તૈયાર છે. મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આક્રમક ખેડૂત કાર્યક્રમો યોજવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી તમામ પ્રકારની તૈયારી કરી ચુક્યા છે. કોંગ્રેસના હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી ૧૩મીજૂનના દિવસે વિદેશ વેકેશન માટે રવાના થયા હતા.

Related posts

નીતિશમાં અંતરાત્મા નથી, હવે મોદી આત્મા છે : તેજસ્વી

aapnugujarat

૩૪,૦૦૦ લોકોને નોકરી આપશે બાબા રામદેવ

aapnugujarat

ઇઝરાયેલમાં મોદી માટે ભવ્ય કોમ્યુનિટી ઇવેન્ટની તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1