Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩૪,૦૦૦ લોકોને નોકરી આપશે બાબા રામદેવ

આવનારા દિવસોમાં યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ લગભગ ૩૪ હજાર લોકોને નોકરી આપશે. આ નોકરીઓ અલગ-અલગ કેટેગરી અને પગારની હશે.
તો આવો જમને જણાવીએ કે, આ નોકરી કેવા-કેવા પ્રકારની હશે.
ખરેખર બાબા રામદેવના પતંજલિ સમૂહ આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં ૬૩૪ કરોડ રૂપિયાનો રોકાણથી વિશાળ ફૂડ પાર્કની સ્થાપના કરશે.
આ પ્રોઝેક્ટને લઇ હાલમા જ બાબા રામદેવે આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત પણ કરી છે.
મુલાકાત બાદ મુખ્યમંત્રી કાર્યલય તરફથી જાહેર નિવેદનમાં આ પ્રોજેક્ટની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે, પતંજલિ ફૂટ તથા હર્બલ પાર્ક ચિન્નારાવપલ્લી ગામમાં ૧૭૪.૮૪ એકડ ક્ષેત્રમાં લગાવવામાં આવશે.
એક નિવેદન અનુસાર, તેના દ્વારા ૩૩,૪૦૦ લોકોને રોજગારી મળી શકે છે.આ ફૂડ પાર્કમાં પ્રમુખ સંસ્કરણ સુવિધાઓ એટલે કે, બ્લાસ્ટ ફ્રીઝર સાથે કોલ્ડ સ્ટોરેજ, મસાલાઓ અને અનાજ માટે ગ્રેડિંગ પેકિંગ સુવિધા અને ડ્રાઇ વેયરહાઉસની સ્થાપના કરવામાં આવશે.
આ ફૂડ અને હર્બલ પાર્કમાં ૪૫.૨૦ કરોડના રોકાણથી જ્યુસ પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે, જેનાથી દરરોજ ૧૫૦૦ ટન ફળનો જ્યુસ નીકાળવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફૂડ પાર્કમાં રાજ્યના ખેડૂતોને સીધો લાભ મળશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનોની યોગ્ય કિંમત મળશે અને પ્રોસેસિંગ થવાથી ઉત્પાદના ખરાબ થવાની સમસ્યાથી પણ મુક્તિ મળશે.

Related posts

आत्मघाती दस्ता तैयार कर रहा था डेरा सच्चा सौदा

aapnugujarat

નેપાળ વગર તો અમારા ધામ અને રામ પણ અધૂરા : મોદી

aapnugujarat

હવે ૮થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1