Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે ૮થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા

જમીનની અંદર હલચલ અને તેના પ્રભાવના મૂલ્યાંકન અને અભ્યાસમાં લાગેલી દેશની ચાર મોટી સંસ્થાઓના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભવિષ્યમાં આવનાર મોટા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર આઠથી વધુ રહેશે અને જાનમાલની ભારે તબાહી થશે. આ અભ્યાસ દેહરાદૂન સ્થિતિ વાડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ હિમાલિયન જીયોલોજી, નેશનલ જીયો ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, નેશનલ સેન્ટર ફોર અર્થ સિસ્મિક સ્ટડી અને આઈઆઈટી ખડકપુર દ્વારા હાથ ધરવામાં આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી છે. વાડિયા સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક સુશીલકુમારે કહ્યું છે કે, વર્ષ ૨૦૦૪થી ૨૦૧૩ વચ્ચેના ગાળામાં કુલ ૪૨૩ ભૂકંપોમાં અભ્યાસોન કામગીરી હાથ ધરી છે. તેમણે કહ્યું છે કે, ૧૯૦૫થી લઇને હજુ સુધી ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયમ પ્લેટ ટકરાવવાથી ઘર્ષણના લીધે એકત્રિત થયેલી કુલ ઉર્જામાં ભૂકંપ મારફતે માત્ર ૩થી ૫ ટકા ઉર્જા નિકળી છે.
આનો મતલબ એ થયો કે, આવનાર સમયમાં આઠથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ૧૯૦૫માં કાંગડામાં આવેલા ભૂકંપમાં તીવ્રતા ૭.૮ હતી જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં નેપાળમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેથી ભારે તબાહી થઇ હતી. ૧૯૯૧માં ઉત્તરકાશી અને ૧૯૯૯માં ચમોલીમાં આવેલા ભૂકંપમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, આવનાર સમયમાં ભૂકંપની તીવ્રતા ખુબ વધારે હોઈ શકે છે અને વધુ મુશ્કેલીનો સામનોકરવો પડી શકે છે. અભ્યાસને લઇને ગતિવિધિ હજુ પણ ચાલી રહી છે. ભૂકંપના મામલામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો અભ્યાસ કામગીરીમાં લાગેલા છે.

Related posts

અયોધ્યામાં ઝડપાયેલા ૮ શંકમંદોની કડક પુછપરછ

aapnugujarat

હું અત્યારે લાંબા ભાષણ નહીં કરુ, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે છે પ્લાન : મનોહર પર્રિકર

aapnugujarat

દિલ્હી-એનસીઆરમાં હવે નહીં દોડે જૂની ગાડીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1