Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નેપાળ વગર તો અમારા ધામ અને રામ પણ અધૂરા : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે નેપાળ પહોંચી ગયા હતા. આ યાત્રા દરમિયાન મોદી સીતાના પીયર અને ઐતિહાસિક ગણાતા શહેર જનકપુરમાં વિશેષ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. ભલે વડાપ્રધાન મોદી હવે નેપાળ પહોંચ્યા છે પરંતુ તેમના ચાહકો છેલ્લા કેટલાક દિવસથી તેમને સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હતા. મોદીએ નાગરિક અભિવાદન કાર્યક્રમમાં જનકપુરની પ્રજાને સંબોધન પણ કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ ભારત અને નેપાળના સંબંધોને યુગ જુના ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેપાળ વગર ભારતના ધામ પણ અધુરા છે અને રામ પણ અધુરા છે. મોદીએ ઉમેર્યું હતું કે, બંને દેશોની મિત્રતા કોઇ રણનીતિ અથવા રાજદ્વારી નીતિ સાથે સંબંધિત નથી. મોદીએ કહ્યું હતું કે, સીતાએ જ ભદ્રકાળી એકાદશીના દિવસે તેમને દર્શન કરવા માટે નક્કી કર્યું હતું. આજે જાનકી મંદિરમાં દર્શન કરીને તેમની વર્ષો જુની મનોકામના પૂર્ણ થઇ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત અને નેપાળની મિત્રતા આજની નહીં બલ્કે ત્રેતાયુગની રહેલી છે. રાજા દશરથ અને રાજા જનકે જનકપુરી અને અયોધ્યાને નહીં બલ્કે નેપાળ અને ભારતને પણ એક બંધનમાં બાંધી દીધા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત અને નેપાળ કોઇ પરિભાષાથી નહીં બલ્કે એવી ભાષા સાથે જોડાયેલા છે જે ભાષા વિશ્વની છે. મોદીએ ઉમેર્યું હતું કે, અમારી પ્રકૃત્તિ અને સંસ્કૃતિ પણ એક સમાન રહેલી છે. નેપાળ વગર ભારતની આસ્થા પણ અધૂરી રહેલી છે. મોદીએ કહ્યું હતું કે, નેપાળ અને ભારતની મિત્રતા રામચરિત્ર માનસની ચોપાઈથી પણ સમજી શકાય છે. બંને દેશોએ એકબીજાની મુશ્કેલ સમયમાં મદદ કરી છે. મોદીએ કહ્યું હતું કે, વિકાસ માટે લોકશાહીનો રસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. ભારત અને નેપાળ પાંચ ટી ઉપર આધારિત છે. જેમાં ટ્રેડિશન, ટ્રેન્ડ, ટ્યુરિઝમ, ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે.

Related posts

PNB घोटाला : पूर्व डिप्टी मैनेजर के खिलाफ 1 करोड़ की घूसखोरी का नया मामला दर्ज

editor

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

aapnugujarat

राहुल की तीन दिन की गुजरात यात्रा आज से शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1