Aapnu Gujarat
રાષ્ટ્રીય

શ્રોતાઓને કથા કહી રહેલા સાધુની ધરપકડ

મધ્યપ્રદેશના છતરપુરમાં ચાલી રહેલી એક ભાગવત સપ્તાહમાં શ્રોતાઓને કથા કહી રહેલા સાધુની પોલીસે ધરપકડ કરતા ભાવિકોને પણ આઘાત લા્યો હતો.
પોલીસે બાદમાં રહસ્ય પરથી પડદો ઉઠાવતા કહ્યુ હતુ કે ૧૮ ઓક્ટોબર,૨૦૧૩ના રોજ ભિલાઈના રામનગરમાં એક યુવતીની લાખ મળી હતી. રિતા સાહુ નામની યુવતીનો પ્રેમી સુશીલ દુબેએ જ તેની હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો. સુશીલ દુબે રિતા બીજા યુવકોને મળતી હોવાથી તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે રિતાની હત્યા કરી નાંખી હતી.
એ પછી સુશીલ સાધુ બની ગયો હતો અને કથા કહેવા માંડ્યો હતો.પાંચ વર્ષ પછી પણણ પોલીસને તેનો પતો મળી રહ્યો નહતો. સુશીલ પ્રયાગરાજમાં હનુમાનદાસ મહારાજ નામ રાખીને રહેતો હતો.
દરમિયાન સુશીલના પરિવારજનો પર હનુમાનદાસ મહારાજના વારંવાર આવતા ફોનના કારણે પોલીસને શંકા પડી હતી. પોલીસે આ નંબર ટ્રેસ કરીને તપાસ કરતા તે મધ્યપ્રદેશમાં ભાગવત સપ્તાહમાં આવ્યો હોવાની ખબર પડી હતી.
પોલીસે તેના પર નજર રાખી હતી. તેના હાથ પર પોલીસને રિતાના નામનુ ટેટુ જોવા મળ્યા બાદ હનુમાનદાસ જ સુશીલ હોવાની પોલીસને ખાતરી થઈ હતી.એ પછી પોલીસ કથા મંડપમાંથી જ સાધુને ઉઠાવીને લઈ ગઈ હતી.

Related posts

ભારત-ઇઝરાયેલના સંબંધ નવી ઉંચાઈઓ ઉપર પહોંચશે : મોદી

aapnugujarat

CSR की शर्तों का उल्लंघन करने वाली कंपनियों पर दं के प्रावधानों पर फिर सोचेंगे : वित्तमंत्री

aapnugujarat

સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના જ રહેશે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1