Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના જ રહેશે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટમાં આઈપીએસ રાકેશ અસ્થાનાની સીબીઆઈના વિશેષ નિર્દેશક તરીકેની નિમણૂકને પડકારવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવેલા આરોપોને ફગાવી દેતાં, તેમની નિયુક્તિને બહાલ રાખી હતી.કોમન કોઝ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલીમાં રાકેશ અસ્થાનાની નિયુક્તિ ગેરકાયદેસર અને નિયમોથી વિરુદ્ધની હોવાનું જણાવી તેને પડકારવામાં આવી હતી. સરકાર આ નિમણૂંકને રદ કરે તેવી દાદ માંગવામાં આવી હતી. આ અરજીના મૂળમાં તેમની પાસેથી મળેલી ઈંકમટેક્ષની ડાયરી કારણભૂત હોવાનું કહેવાતું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ નિર્દેશકે સિલેકશન કમિટીમાં તેમનો વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે પૂરતી તપાસ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આઈપીએસ રાકેશ અસ્થાનાની વિરુદ્ધમાં આવેલી આ અરજીનો નિકાલ કર્યો હતો. તેમની નિમણૂંકને નિયમ અનુસારની ગણાવી હતી.ઉલ્લેખનિય છે કે રાકેશ અસ્થાના અગસ્તા વેસ્ટલેન્ડ, કિંગફિશર, મોઈનકુરેશી, હસન અલી જેવા અતિ મહત્વના ગણાતા કેસોમાં તપાસ અધિકારી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ નિયુક્તિ પહેલાં તેઓ સીબીઆઈમાં ડાયરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળતા હતા.

Related posts

પૂર્વોત્તર ભારત – પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા

aapnugujarat

બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના ૬ વિકેટે ૩૪૭ રન

aapnugujarat

२५ रुपये लीटर तक सस्ता किया जा सकता है पेट्रोल : चिदंबरम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1