Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીની સેના તૈયાર,24 મંત્રીઓએ શપથ લીધા

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી અસમંજસ બાદ આજે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોનો મંડળમાં સમાવેશ કરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે પ્રથમ મંત્રીમંડળની બેઠક યોજાશે.

 ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી : 
રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા 
રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય 
જીતુ વાઘાણી, MLA,  ભાવનગર પશ્ચિમ 
ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ 
નરેશ પટેલ, MLA, ગણદેવી 
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી 
કનુ દેસાઇ, MLA, પારડી 

5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા

9 રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા

Related posts

બનાસકાંઠામાં ટેન્કર રાજનો અંત : સરકારે નવી પાઇપ લાઈન નાંખવાની મંજૂરી આપી

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

editor

સાતમું પગાર પંચ સૌથી પહેલા ગુજરાતમાં જ અમલી : રાજ્યપાલના પ્રવચન પર વિજય રૂપાણીનું નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1