Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં ટેન્કર રાજનો અંત : સરકારે નવી પાઇપ લાઈન નાંખવાની મંજૂરી આપી

દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન રાજ્યના બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી અને રોજબરોજના કામમાં લેવાતા પાણી અંગે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જેને લઈને રાજ્ય સરકારે ખાસ પ્રકારનું આયોજન કરી હવે બનાસકાંઠાના આસપાસના વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા રૂપિયા ૧૪૧૫.૬૭ લાખના ખર્ચે પાઇપ લાઇન નાખવાનું આયોજન કર્યું છે.
બનાસકાંઠામાં પાણીના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ બનાસકાંઠા જિલ્લાના ૨૦૩ ગામમાં પીવાનું અને રોજિંદા કામ કાજ માટે વપરાતું પાણી ટેન્કરથી આપવામાં આવે છે. જેને હવે ટૂંક સમયમાં ટેન્કર રાજથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની ૮ જૂથ યોજનાની પાઈપ લાઈનમાં ભંગાણ હોવાથી ઊનાળા દરમિયાન ટેન્કર મારફતે અપાવામાં આવે છે. જે તમામ ૮ જૂથ યોજનાની પાઈપલાઈનોને બદલવામાં આવશે. છેલ્લા ૩૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલ જૂની પાઈપ લાઇન ખરાબ થઈ હોવાને કારણે વારંવાર પાઇપમાં ભંગાણની ફરિયાદ આવતી હતી. જેને પગલે હવે જૂની પાઈપને બદલે ઁફઝ્ર તથા ડ્ઢઈ પાઈપ લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ કાજ માટે રાજ્ય સરકારે પાઈપલાઈન બદલવા માટે રૂપિયા ૧૪૧૫.૬૭ લાખ જેટલી રકમની મંજૂરી આપી દેવામાં આવી છે.

Related posts

ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી ૩૭ લાખ પડાવ્યા

aapnugujarat

અનેક મુશ્કેલી બાદ સરદાર સરોવર ડેમ તૈયાર : મોદી

aapnugujarat

અમદાવાદમાં કમળાના ૨૮૯ કેસો નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1