Aapnu Gujarat
ગુજરાત

સાતમું પગાર પંચ સૌથી પહેલા ગુજરાતમાં જ અમલી : રાજ્યપાલના પ્રવચન પર વિજય રૂપાણીનું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત વિધાનસબા ગૃહના અંદાજપત્ર સત્રને રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવનો આજે જવાબ આપ્યો હતો. આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રીએ જોશીલું અને સંવેદનાસ્પર્શી નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકોએ ફરી વિશ્વાસ મુકી આ સરકારને રિપીટ કરી છે જે ભાજપની જનસ્વિકૃતિને દર્શાવે છે. વિકાસ, પ્રગતિ, સુખ સમૃદ્ધિ, સલામતી ગુજરાતના લોકોની માનસિકતામાં સ્વીકારાઈ રહી છે. અમે બેકારી ભથ્થુ આપી બેરોજગારોન ફોજ નહીં રોજગાર અવસર આપી સ્વાવલંબનથી યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડી છે. હરીફ પાર્ટીઓ ઉપર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત વિરોધીઓના અનેક કારસા છતાં વિકાસના માર્ગ ઉપર ગુજરાત અડીખમ રહ્યું છે. ભુલ સે ભી મુખ મેં જાતિ પંથ કી ન બાત હો. જાતિ ધર્મ આધારિત અપીઝમેન્ટની રાજનીતિને ભાજપ સરકાર તીલાંજલિ આપી છે. વિપક્ષના પ્રજાલક્ષી, વાજબી સુચનોને સ્વીકાર કરતા અમે ક્યારે પણ ખચકાટ અનુભવ કરીશું નહીં. રૂપાણીએ કહ્યું હતું કે, તેમની સરકાર વાયદા આપવામાં નહીં બલ્કે કરવામાં વિશ્વાસ રાખે છે. વિધાન ગૃહના નેતા તરીકે આભાર પ્રસ્તાવનું સમાપન કરતા તેમણે કહ્યું હતું કે, સંસદીય પ્રણાલીમાં વિપક્ષના પ્રજાલક્ષી વાજબી સુચનો હશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તથા આંકડાકીય વિશ્લેષણોના આધારે મૂલ્યાંકન કરવા માટે પહેલા નવી ટેકનોલોજી ન હતી. આજે કોમ્પ્યુટરના યુગમં નેશનલ, ઇન્ટરનેશનલ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા જુદા જુદા પરિબળોના આધાર પર વિવિધ સરકાર દ્વારા થતી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાજ્યોની વિકાસની અને જનતાની સુખાકારીને લગતી બાબતોનું સચોટ મુલ્યાંકન કરવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારની કામગીરીની પારાસીસી ચૂંટણીથી નક્કી થાય છે. ગુજરાતની જનતાએ સતત ૨૨ વર્ષ પછી પણ ભારતીય જનતા પક્ષને ૪૯.૧ ટકા મત આપી સંપૂર્ણ વિશ્વાસ મુક્યો છે. ૨૦૧૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની મત હિસ્સેદારી ૪૭.૮૫ ટકા હતી જે વધીને ૨૦૧૭માં ૪૯.૧ ટકા થઇ છે. ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ, મણિપુર, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમં કોંગ્રેસની સરકારો ફરી આવી શકી નથી. ગુજરાતમાં ભાજપની સરકારમાં પ્રજાએ સંપૂર્ણ વિશ્વાસ મુક્યો છે અને સરકારને રિપીટ કરી છે. અંદાજપત્રનું કદ એટલે નાણાંકીય જોગવાઈ અને બજેટ સાઈઝના આધારે સરકારના નાણાંકીય વ્યવસ્થાપનનું મૂલ્યાંકન થતું હોય છે. ગુજરાતનું બજેટ કદ પણ વધ્યું છે. સાતમા પગારપંચનો સૌથી પહેલા અમલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ભારતના મુખ્ય રાજ્યોમાં ૫૯૪૭ કરોડની મહેસુલી આવકમાં સરપ્લસ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત ૨૦૧૬-૧૭ના તેના ઘરગથ્થુ ઉત્પાદનના માત્ર ૧.૮૪ ટકા નાણાંકીય ખાદ સાથે દેશભરમાં અગ્રેસર છે. ૧૯૯૫ પહેલાની વાત કરવામાં આવેત્યારે કોંગ્રેસના મિત્રો અકળાઈ જાય છે જેથી છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપને તક આપી છે. કોંગ્રેસના શાસનકાળની સરખામણીમાં ૨૦૧૬-૧૭માં કૃષિ ઉત્પાદન ૧૦ ગણુ વધીને ૧૩૭૦૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે. અનાજ ઉત્પાદન ૪૭.૭૪ લાખ મેટ્રિક ટનથી વધીને ૨૦૧૬-૧૭માં ૭૪.૨૦ મેટ્રિક ટન ઉપર પહોંચ્યું છે. દૂધ ઉત્પાદન ૧૨૭.૮૪ લાખ મેટ્રિક ટન ઉપર પહોંચ્યુ ંછે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ડાંગના પ્રાંત અધિકારીનો સપાટો : વઘઇ ખાતે આદિવાસીની જમીનમાં ગેરકાયદેસર કબ્જા કરનારા સામે જારી કરાઇ નોટીસ         

aapnugujarat

बीआरटीएस बसस्टोप मच्छरों का बड़ा ब्रीडिंग स्पोट बना

aapnugujarat

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1