Aapnu Gujarat
ગુજરાત

ડાંગના પ્રાંત અધિકારીનો સપાટો : વઘઇ ખાતે આદિવાસીની જમીનમાં ગેરકાયદેસર કબ્જા કરનારા સામે જારી કરાઇ નોટીસ         

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મથક ખાતે ૭૩એએ હેઠળની આદિવાસીની જમીનમાં બિનઅધિકૃત રીતે કબ્જા કરી તેને ધારણ કરવાના કેસમાં ડાંગના પ્રાંત અધિકારી શ્રી બી.એમ.ભાભોરે કડક રવૈયો અપનાવતા, આઠ થી દસ જેટલા ઇસમો સામે નોટીસનો કોરડો વીંઝી, આવા કબ્જેદારો સામે કડક કાર્યવાહીના એîધાણ આપ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઇ ખાતે કેટલાક ઇસમો દ્વારા વર્ષો અગાઉ આદિવાસી જમીનદારની ૭૩એએની જમીન, કોઇપણ જાતના આધાર-પુરાવા કે દસ્તાવેજ વિના પોતાના નામે કરીને તેના ઉપર પાકા મકાનો સહિતનું બાંધકામ કરનારા બિન આદિવાસીઓ સામે પ્રાંત અધિકારી શ્રી ભાભોરે લાલ આંખ કરી, આવુ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક હટાવી લેવા માટે નોટીસ જારી કરી છે.

એક રૂબરૂ મુલકાતમાં જણાવ્યા અનુસાર શ્રી બી.એમ.ભાભોરે આદિવાસીની ૩૭એએની જમીન કોઇપણ જાતના કાયદેસર દસ્તાવેજ વિના લે-વેચ કરનારા દલાલો, એજન્ટો સામે પણ કાયદાનો કોરડો વિંઝવાની તૈયારી થઇ રહી હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં આ રીતે જમીનોની દલાલી કરતા, અને આદિવાસીઓ પાસેથી યેનકેન પ્રકારે જમીનો પડાવી લેતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની કવાયત, પ્રશાસને હાથ ધરી છે તેમ પણ પ્રાંત અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું છે.

Related posts

રાજ્યમાં મેઘતાંડવ : એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત

editor

કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી ચાલુ રાખવા માટે સૂચન

aapnugujarat

अहमदाबादः सप्ताह में जलजनित बिमारियों के ५३० केस दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1