Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં મેઘતાંડવ : એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત

ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ ઝડપથી પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ ૧૩, ૧૪ અને ૧૫ તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧૬ તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. ૧૫ ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ૧૬ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧૬ ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. દ્વારકામાં આ વખતે સિઝનનો બમણો વરસાદ પડી ચૂક્યો છે. ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી છે. ત્યારે રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. એનડીઆરએફ અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે.
બપોરે ૧૨.૩૦ વાગ્યે હવામાન વિભાગ અમદાવાદ ખાતે એનડીઆરએફ અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મીટિંગ મળનાર છે. જેમાં રાજ્યના વરસાદી માહોલ વચ્ચે એનડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા સંબંધી ચર્ચા કરાશે. હાલ એનડીઆરએફ ની ૧૩ ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ૧૪ એનડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં ૨૧ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે.
સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે. હાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યના ૨૦૫ જળાશયોમાંથી ૩૭ જળાશયોમાં ૧૦૦ ટકા પાણીની આવક થઈ છે. તો ૫૭ જળાશયોમાં ૭૦ ટકા પાણીની આવક થઈ છે. ૩૧ જળાશયો ૫૦ ટકા પાણીની આવક થઈ છે. તો ૩૮ જળાશયો ૨૫ ટકા પાણીની આવક આવી છે. ૪૨ ટકામા પાણી ૨૫ ટકા ઓછી પાણીની આવક થઈ છે. તો રાજ્યના ૧૨૬ તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ છેલ્લાં ૨૪ કલાકમા નોધાયો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પડી રહેલા વરસાદને પગલે અનેક જગ્યાએ રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની છે. મોડાસા ધનસુરા રોડ પર રોડની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અકસ્માતની ઘટના ન બને તેનો સતત ભય રાહદારીઓમાં રહે છે.

Related posts

ગ્રાંડ ભગવતી હોટલમાં પિઝામાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદ

aapnugujarat

૧૦ થી ૧૨મી ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના

editor

ગુજરાતમાં ઇદની ઉત્સાહપૂર્વક ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1