Aapnu Gujarat
ગુજરાત

રસ્તાને થર્મોપ્લાસ્ટથી પેઈન્ટની ત્રણ દરખાસ્તોને મંજુરી મળશે

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા હજુ સુધી તુટેલા રસ્તાઓનો વિવાદ શાંત થયો નથી તેવામા જ આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એક જ કોન્ટ્રાકટર દ્વારા સિંગલ ટેન્ડરથી તેમજ એક સરખા ભાવ ભરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓ ઉપર થર્મોપ્લાસ્ટ કરવા ભરેલા ટેન્ડર બાદ રોડ કમિટી દ્વારા મંજુર કરવામા આવેલી ત્રણ દરખાસ્તો મંજુરી માટે મુકવામા આવી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના પશ્ચિમઝોન રોડ પ્રોજેકટ તેમજ ઝોન દ્વારા નવા રીસરફેસ કરવામા આવનારા રસ્તાઓ ઉપર થર્મોપ્લાસ્ટથી પેઈન્ટ કરવા માટે ટેન્ડર ઈન્વાઈટ કરવામા આવ્યા હતા જે દરમિયાન એક માત્ર ટેન્ડરર તરીકે સૂર્યા વોલકેર પ્રા.લી.નામના કોન્ટ્રાકટરે અંદાજિત ભાવના રૂપિયા ૪૮,૩૧,૮૪૪નો ભાવ ભર્યો હતો જેની સામે રોડ કમિટીની ૧૨મીના રોજ મળેલી બેઠકમા કુલ રૂપિયા ૪૯,૭૬,૮૦૦ની રકમ સાથે આ ટેન્ડરને મંજુરી આપવામા આવી હતી.આજ કોન્ટ્રાકટરે શહેરના દક્ષિણઝોનમા પણ રસ્તાઓને થર્મોપ્લાસ્ટ કરવા માટે કુલ રૂપિયા ૪૮,૭૬,૮૦૦નો ભાવ ભર્યો હતો.જેને પણ રોડ કમિટી દ્વારા રૂપિયા ૪૯,૭૬,૮૦૦ના ભાવથી મંજુરી આપી છે.આ સાથે જ શહેરના મધ્યઝોનના વિવિધ રસ્તાઓના થર્મોપ્લાસ્ટની કામગીરી માટે આ પ્રકારના ભાવની મંજુરી આપવામા આવી છે.આશ્ચર્યજનક રીતે કોઈ એક જ કોન્ટ્રાકટર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ ઝોન તેમજ તેના રસ્તાઓ માટે આ પ્રકારે એક સરખા ભાવ ભરવામા આવ્યા હોવા છતાં રોડ કમિટીના ચેરમેન કે અન્ય સભ્યોએ પણ તંત્રમા બેઠેલા અધિકારીઓને આમ કેમ બન્યુ તે પુછવાની તસ્દી લીધા સિવાય ત્રણે દરખાસ્તો મંજુર કરી દેતા હવે આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા આ ત્રણ વિવાદાસ્પદ દરખાસ્તો મંજુરી માટે મુકવામા આવી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરના છ ઝોનમા તંત્રના અધિકારીઓએ જો ઈચ્છા રાખી હોત તો વધુ તંદુરસ્ત સ્પર્ધા કરીને અન્ય કોન્ટ્રાકટરોને કામગીરી સોંપી શકાઈ હોત છતાં રાજકીય દબાણ હેઠળ આ સિંગલ ટેન્ડર હોવા છતાં પણ તેની કુલ ચાર જેટલી દરખાસ્તો આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની દરખાસ્તમાં મંજુર કરવામા આવશે.

Related posts

વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન સમારોહ મોટાફોફળિયામાં યોજાયો

aapnugujarat

કાર ચોર ગેંગના સાગરિતોને પીછો કરી પકડી પડાયા : મહેસાણામાં ક્રાઇમબ્રાંચ-આરોપીઓ વચ્ચે ફાયરીંગ

aapnugujarat

રાજ્ય સરકાર ફરી જમીન સર્વની કામગીરી હાથ ધરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1